• સોમવાર, 18 મે, 2026

હિન્દુસ્તાનનો ભગવો નક્શો

પાંચ રાજ્યનાં પરિણામે બદલાવ્યું દેશનું રાજકીય ચિત્ર

નવી દિલ્હી, તા.4: પશ્ચિમ બંગાળ, આસામ અને પુડ્ડુચેરીમાં ભાજપનાં ઐતિહાસિક વિજયે દેશનાં રાજકીય નક્શાને સદંતર પલટાવી નાખ્યો છે. પશ્ચિમ બંગાળમાં જીત સાથે હવે દેશનાં 21 રાજ્ય અને કેન્દ્રીય પ્રદેશોમાં ભાજપ અથવા તો એનડીએ મોરચાની સરકારનું રાજ સ્થાપિત થઈ ગયું છે. જેનાંથી કેન્દ્રમાં સત્તારૂઢ ગઠબંધનની સ્થિતિ વધુ મજબૂત બની ગઈ છે અને વિપક્ષી દળોનો પ્રભાવ હવે ગણતરીનાં રાજ્ય સુધી સીમિત બની ગયો છે.

એનડીએ શાસિત રાજ્યોમાં ઉત્તર ભારત, ઈશાન, મધ્ય ભારત અને પશ્ચિમી પ્રદેશનો મોટો હિસ્સો આવી જાય છે. આમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. પૂર્વોત્તરમાં આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, ત્રિપુરા, મેઘાલયમાં પણ એનડીએ શાસનમાં છે. આ વિસ્તાર સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, એનડીએની પકડ હવે માત્ર હિન્દી પટ્ટી સુધી મર્યાદિત નથી. તે હવે સમગ્ર દેશનાં વિભિન્ન ભૌગોલિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ વ્યાપકપણે ફેલાઈ ગઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક