નવી દિલ્હી, તા. 6 : આસામમાં
સતત ત્રીજી વખત ભાજપ-એનડીએની પ્રચંડ જીત બાદ હિમંતા બિસ્વા સરમાએ મોટો દાવો કર્યો છે.
હાલમાં આવેલા ફિલ્મ ધુરંધરનો ઉલ્લેખ કરતા સરમાએ કોંગ્રેસ ઉપર કટાક્ષ કર્યો હતો. હિમંતાએ
કહ્યું હતું કે કોંગ્રેસમાં અમારા ઘણા ધુરંધર છે. કોંગ્રેસના 30 ઉમદેવાર એવા હતા જેના
ભાજપ સાથે સારા સંબંધ છે. જેમાંથી છ ઉમેદવાર જીતીને વિધાનસભા પહોંચ્યા છે. કોંગ્રેસના
મોટા નેતાઓ અમારી મદદ કરે છે. વધુમાં હિમંતાએ કહ્યું હતું કે કોંગ્રેસ મિયાં મુસલમાન
પાર્ટી છે. આસામમાં હિંદુઓ કોંગ્રેસને મત આપવાનું પસંદ કરતા નથી. વધુમાં કોંગ્રેસના
છ વિધાયકો પણ આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપ ઉમેદવારના પક્ષમાં મત આપશે.