-સુરક્ષા ટીમનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક ઃ મુનીરનાં છેલ્લી ઘડીનાં પ્રયાસ
નવીદિલ્હી, તા.23ઃ
અમેરિકા અને
ઈરાન વચ્ચે
શાંતિ સમજૂતી
થાય નહીં
ત્યાં સુધી
યુદ્ધનો ખતરો
ટળવાનો નથી.
જો શાંતિ
સમજૂતીની વાતચીત
આખરી નિષ્કર્ષ
ઉપર નહીં
પહોંચે તો
અમેરિકાનાં રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ
ઈરાન ઉપર
નવેસરથી હુમલા
શરૂ કરવાનું
ગંભીરતાથી વિચારી
રહ્યાં હોવાનાં
અહેવાલો આવી
રહ્યાં છે.
બીજીબાજુ ઈરાનનાં
વિદેશમંત્રી અબ્બાસ
અરાઘચીએ પાકિસ્તાનનાં
સેના પ્રમુખ
આસિમ મુનીર
સાથે મુલાકાત
કરી છે.
બન્ને વચ્ચે
શુક્રવારે મોડી
રાત સુધી
વાતચીત ચાલી
હતી અને
તેમાં ઈરાન
યુદ્ધ મુદ્દે
વિસ્તારથી ચર્ચા
થઈ હોવાનું
કહેવામાં આવે
છે.
અમેરિકામાં ચાલતા
ઘટનાક્રમો ઉપર
આવી રહેલા
અહેવાલો અનુસાર
ટ્રમ્પે ઈરાન
યુદ્ધની ચર્ચા
કરવા માટે
શુક્રવારે રાષ્ટ્રીય
સુરક્ષાની ટીમનાં
વરિષ્ઠ અધિકારીઓ
સાથે બેઠક
કરી હતી.
જેમાં ટ્રમ્પે
શાંતિ સમજૂતીની
વાટાઘાટોમાં છેલ્લી
ઘડીએ કોઈ
સફળતા હાંસલ
ન થાય
તો ઈરાન
વિરુદ્ધ નવા
હુમલા કરવા
અંગે ગંભીર
વિચાર રજૂ
કર્યા હતાં.