ઉદયપુરના આંતરરાષ્ટ્રીય શિલ્પકાર અને 100 વિશ્વ રેકોર્ડ હોલ્ડર ડો. ઈકબાલ સક્કાએ ફરી એક નવો વિક્રમ બનાવ્યો છે. ડો. સક્કાએ સોનાથી ચંદ્ર, ચંદ્રયાન અને ત્રિરંગાની સંયુક્ત કલાકૃતિ બનાવી છે. જે દુનિયાની ચંદ્ર, ચંદ્રયાન અને ત્રિરંગાની સૌથી નાની કલાકૃતિ છે. આ કલાકૃતિ માટે તેમના નામે વધારે એક રેકોર્ડ નોંધાયો છે. કલાકૃતિમાં સોનાથી તમામ વસ્તુ બનાવવામાં આવી છે. ચંદ્રયાન-3ની લંબાઈ બે મીમી, ચંદ્રની 1 મીમી અને ત્રિરંગાની અડધો મીમી છે.