• ગુરુવાર, 28 માર્ચ, 2024

કેનેડામાં મનાવાયો ઇન્દિરા ગાંધીની હત્યાનો જશ્ન : ટ્રુડો સરકારનું મૌન

કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો ભારત વિરોધી બફાટ

ઓટાવા, તા.7: કેનેડામાં ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો જશ્ન મનાવવામાં આવ્યો છે અને વડાપ્રધાન ટ્રુડોની સરકારે મૌન ધારણ કરી રાખ્યું છે. ટ્રુડોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે આ મામલે બાલિસ નિવેદન આપતાં આરોપ લગાવ્યો કે, ભારત તેના દેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરે છે.

કેનેડાના એનએસએ થોમસે દેશમાં ખાલિસ્તાની સમર્થકોએ ઇન્દિરા ગાંધીની હત્યાનો જશ્ન મનાવ્યો તો તે બાબત પ્રતિક્રિયા ટાળી હતી. જોડી અને કેનેડા સરકારનું ભારત પ્રત્યેનું વલણ હવે ચર્ચાસ્પદ બન્યું છે. કેનેડા એક એવો દેશ છે જ્યાં બહોળી સંખ્યામાં ખાલિસ્તાની સમર્થકો રહે છે અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. જો કે એનએસએ થોમસનાં નિવેદનને કારણે વડાપ્રધાન ટ્રુડો ઘેરાયા છે અને ટ્રુડોના આલોચકો તેમને ખાલિસ્તાનીઓના સમર્થક ગણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કેનેડામાં ખાલિસ્તાનીઓએ ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો જશ્ન મનાવ્યાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળે છે કે એક ખુલ્લા ટ્રકમાં ઇન્દિરા જેવા દેખાતા એક પૂતળાને રાખવામાં આવ્યું છે. તેની આસપાસ બે શીખ યુવક છે જેણે ભારતીય સૈન્ય જેવી વર્દી પહેરી છે અને તેમના હાથમાં પિસ્તોલ છે. સવાલ ઉઠયો છે કે આટલી મોટી ઘટના અંગે કેનેડાની સરકાર મૌન કેમ છે? કેનેડાના એનએસએ થોમસે શુક્રવારે આપેલાં નિવેદનમાં ભારતની તુલના ઈરાન, ચીન અને રશિયા સાથે કરી હતી. જેથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વ્યાપ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક