• મંગળવાર, 28 નવેમ્બર, 2023

આતંકી પન્નુ સામે ગઈંઅના એક્શન : દાખલ થયો કેસ

એર ઇન્ડિયાનાં વિમાનમાં વિસ્ફોટની ધમકી દેવા બદલ કેસ નોંધવામાં આવ્યો

 

નવી દિલ્હી, તા. 20 : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સોમવારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ સામે કેસ નોંધ્યો છે.  આ કેસ એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી દેવાની ધમકી દેવાના મામલે નોંધવામાં આવ્યો છે. પન્નુ ખાલિસ્તાની સંગઠન શિખ ફોર જસ્ટિસનો સંસ્થાપક છે. તેણે ધમકી આપી હતી કે 19 નવેમ્બરના રોજ એર ઈન્ડિયાના વિમાનથી ઉડાન ભરનારા તમામ યાત્રીઓને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર પન્નુ સામે ભારતીય દંડ સંહિતાની ધારા 120બી, 153એ અને 506 તેમજ ગેરકાનુની ગતિવિધી રોકથાન અધિનિયમની ધારા 10, 13, 16, 17, 18, 18બી અને 20 હેઠળ કેસ નોંધાયો છે.

ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ચોથી નવેમ્બરના રોજ વીડિયો જારી કર્યો હતો. તેણે શિખોને એર ઇન્ડિયાના વિમાનમાં સવાર ન થવાની ચેતવણી આપી હતી. પન્નુએ દાવો કર્યો હતો કે એર ઇન્ડિયામાં સવાર લોકો જીવ ગુમાવી દેશે. આટલું જ નહી એર ઇન્ડિયાને ધમકી આપી હતી કે દુનિયાભરમાં પોતાની ફલાઇટ બંધ કરે. પન્નુની ધમકી બાદ સુરક્ષા સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી. કેનેડા અને ભારત સહિત એર ઇન્ડિયાની ફ્લાઈટ જે દેશોમાં જઈ રહી છે તેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. પન્નુએ ભારત સરકારને ધમકી આપી હતી કે 19 નવેમ્બરના રોજ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ રાખવામાં આવે.

 

ફાઈનલમાં મેચમાં ઘૂસેલા પેલેસ્ટાઈન સમર્થકને ઈનામ જાહેર કરતો આતંકી પન્નૂ

 

નવીદિલ્હી, તા.20: અમદાવાદમાં ક્રિકેટ વિશ્વકપનાં ફાઈનલમાં તમામ સુરક્ષા બંદોબસ્તની હાંસી ઉડાવતો હોય તેમ એક પેલેસ્ટાઈન સમર્થક ઓસ્ટ્રેલિયન મેદાનમાં ઘૂસી ગયો હતો અને છેક બેટિંગ કરતાં વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. આ ફાઈનલ મેચને રમાવા નહીં દેવાની ધમકીઓ આપનાર કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકી આગેવાન ગુરપતવંત સિંહ પન્નૂને આ ઘટનાથી ભારે ખુશી થઈ છે અને તેણે એ ઓસિઝ યુવકને 10 હજાર ડોલર એટલે કે આશરે 8.33 લાખ રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી છે. આ હરકત કરનારા ઓસ્ટ્રેલિયન યુવકનું નામ વેન જોનસન છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

 

 

Sports

ભારતનું લક્ષ્ય શ્રેણી કબજે કરવી: આજે ત્રીજો T-20 પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયા પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ November 28, Tue, 2023

Crime

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ November 28, Tue, 2023