• મંગળવાર, 23 એપ્રિલ, 2024

ઉડાનમાં વિલંબ થાય તો વિમાનમાંથી બહાર આવી શકશે યાત્રીઓ

એરપોર્ટે ભીડ ઘટાડવાના હેતુથી બીસીએએસ દ્વારા નવા દિશાનિર્દેશ જારી

નવી દિલ્હી, તા. 1 : ઉડાનમાં વિલંબ થતા મુસાફરો હવેથી વિમાનમાંથી બહાર નિકળી શકશે. આ માટે ઉડ્ડયન સુરક્ષા દેખરેખ સંસ્થા બીસીએએસએ નવા દિશાનિર્દેશ જારી કર્યા છે. જેના હેઠળ વિમાનમાં સવાર થયા બાદ ઉડાનમાં લાંબો વિલંબ થતા યાત્રીઓને એરપોર્ટના એન્ટ્રી ગેટ મારફતે બહાર નિકળવાની મંજૂરી આપવામાં આવી છે.

બીસીએએસના મહાનિર્દેશક જુલ્ફિકાર હસને કહ્યું છે કે નવા દિશાનિર્દેશ 30 માર્ચના એરલાઈન કંપનીઓ અને એરપોર્ટ સંચાલકોને જારી કરી દેવામાં આવ્યા છે અને હવે તેની અમલવારી થઈ ચુકી છે. તેમણે કહ્યું હતું કે દિશાનિર્દેશ યાત્રીઓની પરેશાની ઘટાડવામાં મદદરૂપ બનશે અને વિમાનમાં સવાર થયા બાદ લાંબો સમય સુધી પ્લેનમાં બેસવું પડશે નહી. બીસીએએસનો નિર્દેશ એરપોર્ટે વધતી  ભીડ અને ઉડાનમાં વિલંબના બનાવમાં વૃદ્ધિને ધ્યાને લઈને સામે આવ્યો છે. ઘણી વખત યાત્રીઓ વિમાનમાં બેસ્યા બાદ લાંબા સમય સુધી ફસાયેલા રહે છે. જો કે નવા નિયમ બાદ યાત્રીઓ વિમાનમાં બેસ્યા બાદ ઉડાનમાં વિલંબ થાય તો બહાર આવી શકશે. આ નિર્ણય સંબંધિત એરલાઈન્સ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા લેવામાં આવશે

ઇ-પેપરના નવા શુલ્ક