• મંગળવાર, 25 જૂન, 2024

જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટે. પૂર્વે ચૂંટણી

પાંચ વર્ષમાં યુસીસી અને એકસાથે ચૂંટણી અમલી બનાવશું : અમિત શાહ

 

નવી દિલ્હી, તા. 26 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર પૂર્વે વિધાનસભાની ચૂંટણી યોજાઇ જશે, ત્યારબાદ સરકારની ખાતરી અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનું સ્થાન આપી દેવામાં આવશે.

ગૃહમંત્રીએ પી.ટી.આઇ.ને આપેલા ઇન્ટરવ્યૂમાં છત્તીસગઢના નક્સલીઓની સમસ્યાને લઇને સમાન નાગરિક સંહિતા (યુસીસી) સુધીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આવતા પાંચ વર્ષ સુધી દેશમાં યુસીસી કાયદો લાગુ કરવામાં આવશે. દેશમાં એકસાથે ચૂંટણી કરવામાં આવશે. સાથે આવતા 2થી 3 વર્ષમાં નકસલીઓની સમસ્યા સંપૂર્ણ રીતે સમાપ્ત થશે.

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં સફળ મતદાનથી મોદી સરકારની કાશ્મીર નીતિ સાચી સાબિત થઇ છે. આ ચૂંટણીમાં અલગતાવાદીઓએ પણ સારું મતદાન કર્યું હતું. તેમણે આશ્વાસન આપ્યું કે, 30 સપ્ટેમ્બર પહેલાં ચૂંટણી યોજાશે. શાહે જણાવ્યું હતું કે, મેં સંસદમાં કહ્યું હતું કે, ‘અમે વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યનો દરજ્જો બહાલ કરવાની પ્રક્રિયા શરૂ કરીશું.’

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024