• શનિવાર, 26 એપ્રિલ, 2025

ઇન્સ્ટાગ્રામમાં બહેન સાથે વાત કરતા શખસને ટપારતા ભાઈ ઉપર હુમલો

છરીની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

રાજકોટ, તા.6: કોઠારીયા રોડ ઉપર આવેલ રામ રણુજા સોસાયટીમાં રહેતા યુવાને જંગલેશ્વરમાં રહેતા અને બહેન સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા શખ્સને ઘર પાસેથી નીકળતા ટપારીઓ હતો જેથી ઉશ્કેરાયેલા શખ્સે અહીં શેરીમાં આંટા મારવા છે તું અહીંથી જતો રહે નહિતર તને મારી નાખીશ તેવી છરીની અણીએ ધમકી આપી માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર સામે આવેલી રામ રણુજા સોસાયટીમાં રહેતા નિતેશ તુલસીભાઈ કુવરિયા નામનો 31 વર્ષનો યુવાન સોમનાથ સોસાયટી મેઇન રોડ ઉપર આવેલ સોમનાથ મહાદેવ મંદિરની બાજુમાં હતો ત્યારે સાહીદ કડીવાર નામના જંગલેશ્વરના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની નીતીશ કુવરિયાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં સાહિદ કડીવાર અને નિતેશ કુવરિયાની બહેન ઇન્સ્ટાગ્રામમાં વાતોચીતો કરતા હોય જેની જાણ નિતેશ કુવરિયા સહિતના પરિવારને થતા સાહિદ કડીવારને યુવતી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાત નહીં કરવા સમજાવ્યો હતો તેમ છતાં સાહિદ કડીવાર પોતાનું સ્કૂટર લઈને નિતેશ કુવરિયાના ઘર પાસે આંટા મારી રહ્યો હતો ત્યારે નિતેશ કુંવરિયાએ તું કેમ અહીં અમારી શેરીમાં આંટા મારે છે તેમ કહેતા સાહિદ કડીવાર ઉશ્કેરાયો હતો અને નિતેશ કુંવરિયાને ઢીકા પાટુનો માર માર્યો હતો અને છરીની અણીએ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક