• બુધવાર, 21 મે, 2025

41.7 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર


આગામી દિવસોમાં ગરમ અને સૂકું હવામાન રહેશે : આકરા તાપથી અકળાતા શહેરીજનો

 

રાજકોટ, તા. 20: ગ્લોબલ વોર્મિંગની અસરો અને આડેધડ કપાતા વૃક્ષો ઉપરાંત વધતા શહેરીકરણને કારણે ટ્રાફિક, ઉંચી બિલ્ડીંગોને કારણે રાજકોટ શહેર દિન પ્રતિદિન ઉષ્ણતામાનમાં સરકી રહ્યંy છે. આજરોજ શહેરમાં 41.7 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જે સમગ્ર રાજ્યમાં અન્ય કોઈપણ શહેર કરતા સૌથી વધુ રહ્યંy હતું.

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાયે દિવસથી લોકો આકરા તાપ અને ગરમીમાં અકળાઈ રહ્યા છે. બપોર વચ્ચે શહેરમાં ટ્રાફિકથી ભરચક્ક રહેતા વિસ્તારોમાં પણ ચહેલપહેલ ઓછી થઈ જાય છે. પક્ષી અને જીવસૃષ્ટિ પણ છાંયડો શોધીને શાંતિથી એક જગ્યાએ બેસી રહેવામાં જ ભલું માને છે. આગામી દિવસોમાં પણ રાજકોટ શહેરમાં હવામાન ગરમ અને સુકું રહેશે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજરોજ રાજકોટ બાદ સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર 41 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. અમરેલીમાં 40.9 તેમજ સુરેન્દ્રનગરમાં 40.8 ડીગ્રી તાપમાન રહ્યંy હતું.

રાજકોટ શહેરમાં આકરી ગરમીને કારણે સવારની શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સવારે 11-30 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓને શાળાએથી છોડી મુકવાનો આદેશ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તરફથી કરવામાં આવ્યો છે. શહેરમાં એક તરફ રોડ ખોદી નાંખવામાં આવતા ધુળની સમસ્યા વકરી છે. બીજી તરફ વાતાવરણમાં આવતા પરિવર્તન અને પ્રિમોન્સુન એક્ટિંવિટીની અસર હેઠળ શહેરમાં ધુળની ડમરી અને વંટોળ ઉડવા લાગતા હવાનું પ્રદુષણ તેમજ લોકોની પરેશાની વધી છે.

બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા, ઓખા, દમણ, મહુવા વગેરે પંથકમાં મહત્તમ તાપમાન 32થી 36 ડિગ્રી આસપાસ કેન્દ્રીત થયું હતું. રાજકોટ શહેરમાં ઉનાળાની ગરમીથી બચવા લોકો છાશ, શેરડીનો રસ તેમજ અન્ય ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. જીવદયા પ્રેમીઓ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા અને ચણ નાંખી તેમને રાહત પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક