યુનિ. રોડ પરના કોહીનુર એપાર્ટમેન્ટમાં પુત્રને બેભાન બનાવી માતાને રૂમમાં પુરી દઈ કામવાળી-સાગરીત ફરાર
1પ દિવસથી વૃદ્ધા સાથે જ ઘરમાં રહેતી’તી
રાજકોટ, તા.પ : યુનિ.રોડ પર આવેલા કોહીનુર એપાર્ટમેન્ટમાં બિલ્ડરની પત્ની અને પુત્રને પર હુમલો કરી બંધક બનાવી ઘરકામ કરતી કામવાળી અને સાગરીત રૂ.3 લાખની રોકડ અને 30 તોલા સોનાના દાગીના અને એક મોબાઈલ સહિત રૂ.1પ.રપ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે ગુનો નેંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, યુનિ.રોડ પર આવેલા કોહીનુર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા ઉર્વશીબેન રાજેન્દ્રભાઈ અનડકટ નામના વૃદ્ધા અને તેનો પુત્ર અસીમ ઘેર હતા ત્યારે ઘરકામ કરતી કામવાળી સુશીલા નેપાળી અને તેના સાગરીતે ઉર્વશીબેનના પુત્ર અસીમને ઘેની પ્રવાહી પીવડાવી બેભાન બનાવી દીધો હતો અને બાદમાં નિદ્રાધીન ઉર્વશીબેનને બંધક બનાવી બાથરૂમમાં પુરી દીધા હતા. બાદમાં કામવાળી સુશીલા અને તેના સાગરીતે કબાટમાંથી રૂ.3 લાખની રોકડ અને 30 તોલા સોનાના દાગીના અને રૂ.રપ હજારની કિંમતનો મોબાઈલ મળી કુલ રૂ.1પ.રપ લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
બાદમાં બાથરૂમમાં બંધ ઉર્વશીબેનએ માંડમાંડ બંધન છોડયા હતા અને મોબાઈલથી તેના સંબંધીને જાણ કરી હતી અને બાદમાં પોલીસને જાણ થતા ડીસીપી સુધીર દેસાઈ, ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય.બી.જાડેજા તથા એસઓજીના પીઆઈ જે.ડી.ઝાલા તથા યુનિ.પોલીસમથકના પીઆઈ રજીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને માતા-પુત્રને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં ઉર્વશીબેનના પતિ રાજેન્દ્ર વૃજલાલ અનડકટ મુંબઈમાં કન્સ્ટ્રકશનનું કામ કરે છે અને પુત્ર અસીમ કુવાડવા રોડ પરના સાત હનુમાનજી મંદિર પાસે ખજુર પેકીંગનો કામધંધો વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો