• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

નિવૃત્ત ક્રિકેટરો માટે લિજેન્ડસ પ્રીમિયર લીગ શરૂ કરવાની BCCIની યોજના IPLની જેમ જ અલગ અલગ ફ્રેંચાઇઝીની ટીમો હશે અને ખેલાડીઓની બોલી લાગશે

નવી દિલ્હી તા.13: ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) એક નવી લીગ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ લીગ નિવૃત્ત થઇ ચૂકેલા ક્રિકેટરો માટે હશે. જેને લિજેન્ડસ પ્રીમિયર લીગ નામ આપવામાં આવી શકે છે તેવા રિપોર્ટ છે. આ લીગ મામલે ભારતના કેટલાક પૂર્વ ખેલાડીઓએ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ સાથે વાતચીત કરી છે. બીસીસીઆઇ આ લીગને આવતા વર્ષે શરૂ કરવા પર વિચાર કરે છે. હાલ બીસીસીઆઇ બે લીગ રમાડે છે. આઇપીએલ અને ડબ્લ્યૂપીએલનું દર વર્ષે આયોજન કરે છે.

દુનિયાભરમાં લિજેન્ડસ લીગની કોઇ કમી નથી. રોડ સેફટી વર્લ્ડ સિરીઝ, લિજેન્ડસ લીગ ક્રિકેટ, વર્લ્ડ ચેમ્પિયન ઓફ લિજેન્ડસ અને ગ્લોબલ લિજેન્ડસ લીગ જેવી લીગના આયોજન નિયમિત રીતે થાય છે. આ લીગમાં ફક્ત સંન્યાસ લઇ ચૂકેલા ખેલાડીઓ જ હિસ્સો બની શકે છે. જો બીસીસીઆઇ આ પ્રકારની લીગ શરૂ કરશે તો કોઇ દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજિત આ પહેલી લિજેન્ડસ લીગ હશે. હાલ રમાતી તમામ લિજેન્ડસ લીગનું આયોજન કોઇ દેશનું ક્રિકેટ બોર્ડ કરતું નથી.

બીસીસીઆઇની આ નવી લીગ આઇપીએલની જેમ જ રમાશે. ટીમો શહેર આધારિત હશે. મેચ હોમ અને અવે ફોર્મેટમાં રમાશે. ફ્રેંચાઇઝીઓના અલગ અલગ માલિક હશે. આઇપીએલની જેમ જ ખેલાડીઓની હરાજી થશે. ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ ચૂકેલા ખેલાડી જ આ લીગમાં ભાગ લઇ શકશે.

બીસીસીઆઇની આ નવી લીગમાં સચિન તેંડુલકર, યુવરાજસિંઘ, હરભજનસિંઘ, સુરેશ રૈના, વિરેન્દ્ર સેહવાગ, ક્રિસ ગેલ, એબી ડિ’વિલિયર્સ જેવા પૂર્વ દિગ્ગજ ખેલાડી રમતા જોવા મળી શકે છે. યુવરાજની કપ્તાનીમાં હાલમાં જ ભારતીય ટીમે ઇંગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડસ ટ્રોફી જીતી હતી. જેમાં હરભજન, ઇરફાન પઠાણ, સુરેશ રૈના, યુસુફ પઠાણ અને રોબિન ઉથપ્પા સામેલ હતા. ફાઇનલમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હાર આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024