નવી
દિલ્હી, તા.3: પાકિસ્તાન સામેની બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતીને બાંગલાદેશે વર્લ્ડ
ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલ પર લાંબી છલાંગ લગાવી છે. બીજી તરફ પાકિસ્તાની ટીમ
તળિયે ધકેલાઈ છે અને તેના માટે હવે ફાઇનલમાં પહોંચવાની તક રહી નથી. બાંગલાદેશ ટીમ ડબ્લ્યૂટીસી
પોઇન્ટ ટેબલ પર ચોથા સ્થાને આવી ગઈ છે. તેના ખાતામાં 33 પોઇન્ટ અને 4પ.83 જીતની ટકાવારી
છે જ્યારે પાકિસ્તાન પાસે ફકત 16 પોઇન્ટ છે અને 19.04 જીતની ટકાવારી છે. પાક. ટીમ આઠમા
સ્થાને છે. તે સાત ટેસ્ટ મેચમાંથી પાંચમાં હારી છે અને બે મેચમાં જીત નસીબ થઈ છે.
ભારત
અને ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ક્રમશ: 68.પ અને 62.પ પોઇન્ટ સાથે ટોચના બે સ્થાન યથાવત
છે. ત્રીજા સ્થાન પર ન્યુઝિલેન્ડ 36 અંક અને જીતની ટકાવારી પ0 ધરાવે છે. ચોથા નંબર
પર બાંગલાદેશ છે. આ પછી ઇંગ્લેન્ડ, દ. આફ્રિકા અને શ્રીલંકાના નંબર આવે છે. પાક. અને
વિન્ડિઝ તળિયાની બે ટીમ છે.