નવી
દિલ્હી, તા.4: ટીમ ઇન્ડિયાનો સાથ છોડનાર રાહુલ દ્રવિડ હવે આઇપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના
હેડ કોચની જવાબદારી સંભાળશે. રાજસ્થાન રોયલ્સ ફ્રેંચાઇઝી અને રાહુલ દ્રવિડ વચ્ચે કરારના
હસ્તાક્ષર થઈ ગયાના રિપોર્ટ છે. આઇપીએલના મેગા ઓક્શન પૂર્વે રાહુલ દ્રવિડ તેમની કામગીરી
શરૂ કરી દેશે. રાજસ્થાન રોયલ્સના વર્તમાન કપ્તાન સંજુ સેમસન સાથે દ્રવિડના સારા વ્યાવસાયિક
સંબંધ છે. કુમાર સંગકારા રાજસ્થાન રોયલ્સનો ક્રિકેટ ડાયરેક્ટર બની રહેશે.
આ ઉપરાંત
રાહુલ દ્રવિડ ખુદ રાજસ્થાન રોયલ્સની 2012 અને 2013 સીઝનમાં કપ્તાની કરી ચૂક્યા છે.
આ ઉપરાંત 2014 અને 201પ સીઝનમાં મેન્ટોરની ભૂમિકા નિભાવી હતી. એ પછી દિલ્હી કેપિટલ્સ
ટીમની કોચ બન્યા હતા. 2019માં દ્રવિડ પહેલીવાર એનસીએના ચેરેમને બન્યા હતા. બાદમાં બીસીસીઆઇએ
2021માં રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાના કોચ નિયુક્ત કર્યા હતા.
દ્રવિડનાં
માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયાએ આઇસીસી ટ્રોફીનો દુકાળ ખતમ કરીને બે મહિના પહેલા ટી-20
વિશ્વ કપનો ખિતાબ જીત્યો હતો. રાજસ્થાન રોયલ્સે આઇપીએલની પહેલી સીઝન બાદથી કોઈ ટ્રોફી
જીતી નથી. 2022ના ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે હાર થઈ હતી.