• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

પૂર્વ વિકેટકીપર અજય રાત્રા ટીમ ઇન્ડિયાનો નવો પસંદગીકાર

મુંબઇ, તા.4: પૂર્વ વિકેટકીપર અજય રાત્રા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં સામેલ થયો છે. તે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિમાં સલિલ અંકોલાની જગ્યા લેશે. પસંદગી સમિતિમાં આ બે ઉપરાંત શિવસુંદર દાસ, સુબ્રતો બેનર્જી અને એસ શરત સામેલ છે. અજય રાત્રા નોર્થ ઝોન તરફથી પસંદગી સમિતિમાં સામલે થયા છે. તેના નામે 6 ટેસ્ટ અને 12 વન ડે રમવાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ છે. હરિયાણા તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર અજય રાત્રા એ 99 પ્રથમ કક્ષાના મેચમાં 4029 રન અને 240 શિકાર કર્યા છે. તે એનસીએ સાથે પણ જોડાયેલો છે. રાત્રાએ 2002માં એન્ટિગા ટેસ્ટમાં 11પ રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024