કાનપુર,
તા.29: ભારત અને બાંગલાદેશ વચ્ચેના બીજા ટેસ્ટનો આજે ત્રીજો દિવસ એક પણ દડો ફેંકાયા
વિના રદ થયો હતો. સતત બીજા દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગઈ છે જ્યારે પહેલા દિવસે ફક્ત
3પ ઓવર ફેંકાઈ હતી. જેમાં બાંગલાદેશના 3 વિકેટે 107 રન થયા હતા.
કાનપુરમાં
આજે મેચના ત્રીજા દિવસે સવારે વરસાદ વરસ્યો ન હતો, પણ મેદાન રમવા લાયક ન હોવાથી અમ્પાયરે
આજની રમત પણ પડતી મૂકવાનો ફેંસલો લીધો હતો. મેદાનકર્મીઓએ મેદાનને સુકવવા માટે સુપર
સોપરથી પ્રયાસ કર્યા હતા, પણ તડકો ન નીકળતા શક્ય બન્યું ન હતું. બન્ને ટીમ પણ મેદાનમાં
પહોંચી ન હતી. બપોરે 2-00 વાગ્યે અમ્પાયરે આજની રમત બંધ કરાયાની જાહેરાત કરી હતી.
ચોથા
દિવસે કાનપુરનું હવામાન સાફ રહેશે તેવા રિપોર્ટ છે. આથી કદાચ ચોથા દિવસે રમત આગળ વધશે
તેવી સંભાવના છે. બે મેચની શ્રેણીમાં ભારતીય ટીમ બાંગલાદેશથી 1-0થી આગળ ચાલી રહ્યંy
છે.