કોલંબસ
(ઓહિયો), તા.3: ઇન્ટર મિલાને બુધવારે અહીં ગત વિજેતા કોલંબસ ક્રુને 3-2 ગોલથી હાર આપીને
મેજર લીગ સોકર (એમએલએસ) સ્પોર્ટસ શિલ્ડ જીતી લીધો હતો. સ્ટાર સ્ટ્રાઇકર લિયોનલ મેસ્સીએ
પહેલા હાફની આખરી ક્ષણોમાં બે શાનદાર ગોલ કર્યાં હતા જ્યારે ગોલકીપર ડ્રેક કેલેન્ડરે
84મી મિનિટે પેનલ્ટી કિક રોકીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. મેસ્સીના કેરિયરની આ
46મી મેજર ટ્રોફી છે. જે તેણે પોતાની કલબ અથવા તો પોતાના દેશ આર્જેન્ટિના માટે જીતી
હોય. મેસ્સીએ ફૂટબોલ ઇતિહાસના સૌથી સફળ ખેલાડીના ખુદના રેકોર્ડને જ વધુ મજબૂત બનાવ્યો
છે. કોલંબસ ક્રુ સામેની જીતથી ઇન્ટર મિલાન કલબના 20 જીત, 4 હાર અને 8 ડ્રો મેચ સાથે
68 પોઇન્ટ થયા હતા અને ટોચ પર રહી ટ્રોફીની હકદાર બની હતી. બાકીના અંતિમ બે મેચ જીતીને
ઇન્ટર મિલાન કલબ 74 પોઇન્ટ સુધી પહોંચીને નવો રેકોર્ડ બનાવી શકે છે. કોલંબસ ક્રુ ટીમના
પ7 પોઈન્ટ છે. તે બાકીના ત્રણેય મેચ જીતને પણ ઇન્ટર મિલાનની બરાબરી કરી શકે તેમ નથી.