નોર્થ
સાઉન્ડ, તા.1: વરસાદ પ્રભાવિત પહેલા વન ડે મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝનો
ડકવર્થ/લૂઇસ નિયમથી 8 વિકેટે વિજય થયો હતો. કેરેબિયન સ્પિનર ગુડાકેશ મોતીએ 4 વિકેટ
લીધી હતી. જ્યારે ઇવિન લૂઇસે 94 રનની આતશી ઈનિંગ રમી હતી.
પ્રથમ
દાવ લેનાર ઇંગ્લેન્ડે 4.1 ઓવરમાં 209 રન કરી
ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં ઇનચાર્જ કેપ્ટન લિયામ લિવિંગસ્ટોનના 48, સેમ કરનના 37 અને જેકોબ
બેથોલના 27 રન મુખ્ય હતા. બાદમાં વિન્ડિઝ તરફથી ઇવિન લૂઇસ અને બ્રેંડન કિંગે આક્રમક
શરૂઆત કરી હતી અને પહેલી વિકેટમાં 118 રનની ભાગીદારી કરી હતી. કિંગ 30 રને આઉટ થયો
હતો. લૂઇસ 69 દડામાં 8 ચોકકા-પ છકકાથી 94 રન કરી 23મી ઓવરમાં આઉટ થયો હતો. વિન્ડિઝના
2પ.2 ઓવરમાં 2 વિકેટે 1પ7 રન થયા હતા ત્યારે વરસાદને લીધે રમત અટકી હતી. બાદમાં વેસ્ટ
ઇન્ડિઝ ડી/એલ સિસ્ટમથી 8 વિકેટે વિજેતા જાહેર થયું હતું.