• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

રેસલર બજરંગ પૂનિયા 4 વર્ષ માટે સસ્પેન્ડ

ડોપિંગ સેમ્પલ દેવાનો ઇન્કાર કર્યો હતો : નાડાએ પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી, તા.27: ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર કુસ્તી ખેલાડી બજરંગ પૂનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)એ 4 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. તેણે 10 માર્ચે નેશનલ ટીમ પસંદગી ટ્રાયલમાં ડોપિંગ ટેસ્ટ માટે સેમ્પલ દેવાનો ઇનકાર કરી દીધો હતો. આથી નાડાએ આખરે તેના પર આજે 4 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. નાડાએ 23 એપ્રિલે જ આ માટે બજરંગ પૂનિયા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકી દીધો હતો. એ પછી વર્લ્ડ ગવર્નિંગ બોડી યૂડબ્લ્યૂડબ્લ્યૂ દ્રારા પણ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. નાડાના આ પ્રતિબંધનો મતલબ એ છે કે બજરંગ પૂનિયા ચાર વર્ષ સુધી પ્રતિસ્પર્ધી કુસ્તી સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં. આ ઉપરાંત તે વિદેશમાં કોચિંગ પણ કરી શકશે નહીં.

બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રીજભુષણ સિંઘ વિરુદ્ધ લાંબા સમય સુધી આંદોલન ચલાવ્યું હતું. હરિયાણા વિધાનસભાની ચૂંટણી અગાઉ તે અને વિનેશ કોંગ્રેસમાં જોડાયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024