• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

વિલિયમ્સન 7 રને સદી ચૂક્યો: ઇંગ્લેન્ડ સામેના પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના 8 વિકેટે 319 શોએબ બશિરની 4 વિકેટ

ક્રાઇસ્ટચર્ચ, તા.28: લગભગ ત્રણ મહિના પછી વાપસી કરનાર સ્ટાર બેટર કેન વિલિયમ્સનની 93 રનની આકર્ષક ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડ વિરુદ્ધના પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે ન્યુઝીલેન્ડના 83 ઓવરમાં 8 વિકેટે 319 રન થયા હતા. જો કે કેન વિલિયમ્સન નવર્સ નાઇન્ટીનો ભોગ બનીને તેની 33મી સદી 7 રને ચૂકી ગયો હતો. ઇંગ્લેન્ડ તરફથી સ્પિનર શોએબ બશિરે 4 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડ કેપ્ટન બેન સ્ટોક્સે બોલિંગ પસંદ કરી હતી. પ્રારંભે ઇંગ્લેન્ડને સફળતા મળી હતી. ઓપનર ડવેન કોન્વે 2 રને એટકિન્સનનો શિકાર બન્યો હતો. આ પછી કપ્તાન ટોમ લાથમ અને કેન વિલિયમ્સને કિવિઝની ઇનિંગ સ્થિર કરી હતી. લાથમ 47 રને, રચિન રવીન્દ્ર 34, ડેરિલ મિચેલ 19, ટોમ બ્લંડેલ 17 રને આઉટ થયા હતા. ખરતી વિકેટ વચ્ચે વિલિયમ્સની અડીખમ રહ્યો હતો અને 197 દડામાં 10 ચોક્કાથી 93 રને આઉટ થયો હતો. આજની રમતના અંતે ગ્લેન ફિલિપ 41 અને ટિમ સાઉધી 10 રને નોટઆઉટ રહ્યા હતા. કિવિઝના 8 વિકેટે 319 રન થયા હતા. બશીરની 4 વિકેટ ઉપરાંત એટકિન્સન અને બાયડન કાર્સને 2-2 વિકેટ મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024