• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

કામરાનની સદીથી ઝિમ્બાબ્વે સામે ત્રીજા વન ડેમાં પાકિસ્તાનનો 99 રને વિજય 3 મેચની શ્રેણી 2-1થી કબજે કરી

બુલેવાયો તા.28: મીડલ ઓર્ડર બેટર કામરાન ગુલામની આક્રમક સદીની મદદથી ઝિમ્બાબ્વે વિરૂધ્ધના ત્રીજા અને આખરી વન ડેમાં પાકિસ્તાનનો 99 રને વિજય થયો છે. 3 મેચની શ્રેણી પાકિસ્તાને 2-1થી કબજે કરી છે. પાકિસ્તાનના 6 વિકેટે 303 રનના જવાબમાં ઝિમ્બાબ્વે ટીમ 40.1 ઓવરમાં 204 રને ઓલઆઉટ થઇ હતી. કામરાન ગુલામે 99 દડામાં 10 ચોકકા અને 4 છકકાથી આક્રમક 103 રન કર્યાં હતા. આ સિવાય શફીક અબ્દુલ્લાહે પ0, કપ્તાન મોહમ્મદ રિઝવાને 37 અને સઇમ અયૂબે 31 રનની ઇનિંગ રમી હતી. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝા અને રિચર્ડ એન્ગરવાએ 2-2 વિકેટ લીધી હતી. 304 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વે ટીમ 204 રન જ કરી શકી હતી. કેપ્ટન ક્રેગ ઇર્વિને પ7 અને બ્રાયન બેનેટે 37 રન કર્યાં હતા. પાક. તરફથી સઇમ, અબરાર, રઉફ અને આમેર જમાલે 2-2 વિકેટ ઝડપી હતી. શ્રેણીના પહેલા મેચમાં ઝિમ્બાબ્વેનો વિજય થયો હતો. બાદમાં પાકિસ્તાને વાપસી કરીને બાકીના બે મેચ જીતી શ્રેણી 3-1થી કબજે કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024