• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

રાજકોટમાં ટીમ ઇન્ડિયાની રંગત : આયરલેન્ડ સામે પ્રથમ વન ડેમાં 6 વિકેટે વિજય પ્લેયર ઓફ ધ મેચ પ્રતિકા રાવલના 89 : આઇરીશ કેપ્ટન લૂઈસની 92 રનની ઇનિંગ એળે

આયરલેન્ડ: 50 ઓવર 7/238

ભારત: 34.3 ઓવર 4/241

રાજકોટ તા.10: આયરલેન્ડ સામેના પ્રથમ વન ડે મેચમાં ભારતીય મહિલા ટીમનો 93 દડા બાકી રહેતા 6 વિકેટે શાનદાર વિજય થયો હતો અને 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ છે. અહીંના નિરંજન શાહ સ્ટેડિયમ પર ખુશનુમા વાતાવરણ અને દર્શકોની ભરચક ઉપસ્થિતિ વચ્ચે રમાયેલા મેચમાં પહેલો દાવ લેનાર આયરલેન્ડ ટીમે પ0 ઓવરમાં 7 વિકેટે 238 રનનો સ્કોર કર્યોં હતો. જવાબમાં ભારતીય મહિલા ટીમે 34.3 ઓવરમાં 4 વિકેટે 241 રન કરી 6 વિકેટે જીત હાંસલ કરી હતી. ભારતીય યુવા ઓપનર પ્રતિકા રાવલે 89 રનની સંગીન ઇનિંગ રમી હતી અને તેણી પ્લેયર ઓફ ધ મેચ બની હતી. આઇરીશ કેપ્ટન ગેબી લૂઇસની 92 રનની ઇનિંગ બેકાર ગઇ હતી.

239 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. કપ્તાન સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે પહેલી વિકેટમાં 61 દડામાં 70 રનની ઝડપી ભાગીદારી કરી હતી. સ્મૃતિ મંધાના ફકત 29 દડામાં 6 ચોકકા-1 છકકાથી 41 રને આઉટ થઇ હતી. હરલીન દેઓલે 20 અને જેમિમાહ રોડ્રિગ્સે 9 રન કર્યાં હતા. આ પછી પ્રતિકા રાવલ અને તેજલ હસબનિસ વચ્ચે ચોથી વિકેટમાં 84 દડામાં 116 રનની મેચ વિનિંગ ભાગીદારી થઈ હતી. પ્રતિકા રાવલ 96 દડામાં 10 ચોકકા-1 છકકાથી 89 રને આઉટ થઇ હતી. તેજલ 46 દડામાં 9 ચોકકાથી પ3 અને ઋચા ઘોષ 8 રને નોટઆઉટ રહી હતી. ભારતે 34.3 ઓવરમાં 4 વિકેટે 241 રન કરી 6 વિકેટે સરળ વિજય નોંધાવ્યો હતો.

આ પહેલા આયરલેન્ડ મહિલા ટીમે નબળી શરૂઆત બાદ ગેબી લૂઇસની 92 રનની કેપ્ટન ઈનિંગ અને લી પોલની પ9 રનની ઇનિંગથી પ0 ઓવરમાં 7 વિકેટે 238 રન કર્યાં હતા. કેપ્ટન લૂઇસ 129 દડામાં 1પ ચોકકાથી 92 રને અને લી પોલ 73 દડામાં 7 ચોકકાથી પ9 રને આઉટ થઇ હતી. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 117 રનની ભાગીદારી થઇ હતી. અર્લીન કુલીએ 28 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી પ્રિયા મિશ્રાને 2 વિકેટ મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં 13 વર્ષના ભાઈના હાથે એક વર્ષની બહેનની હત્યા રડતી બહેન શાંત નહીં થતાં ગળું દબાવી દીધું January 24, Fri, 2025