ટીમ
ઈન્ડિયાના બે અલગ અલગ કોચ રાખવાના મુદ્દે ચર્ચા
નવી
દિલ્હી, તા. 22 : બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતના ખરાબ પ્રદર્શન બાદ ડ્રેસિંગ રૂમમાં
ભારે હલચલ મચી છે. તેવામાં ડ્રેસિંગ રૂમની ચર્ચા લીક થવાના અહેવાલે બળતામાં ઘી હોમવાનું
કામ કર્યું છે. 2025નો પહેલો મહિનો પૂરો થયો નથી અને ભારતીય ક્રિકેટરમાં જોરદાર ઉથલપાથલ
ચાલી રહી છે. રિપોર્ટસ સામે આવ્યા છે કે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના પ્રદર્શનની સમીક્ષા
આગામી મહિનાથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ કરવામાં આવશે.
આ દરમિયાન
એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે ભારતીય ક્રિકેટ ટીમ બે અલગ અલગ કોચ રાખી શકે છે. ટેસ્ટમાં
વીવીએસ લક્ષ્મણને આ જવાબદારી આપવાની વાત થઈ છે. જેના ઉપર પૂર્વ ક્રિકેટરો અને પસંદગીકર્તા
વચ્ચે મતભેદ છે. ઈંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોંટી પાનેસરે બે કોચ રાખવાનું સૂચન કર્યું
છે. જ્યારે પૂર્વ પસંદગીકર્તા સુનીલ જોશીએ વિરોધ કર્યો છે. આ ચર્ચા ગંભીરના કોચિંગ
ભવિષ્ય અને ટીમની આગળની રણનીતિ ઉપર નિર્ભર છે.