• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

રણજી ટ્રોફીમાં રોહિત, જયસ્વાલ, ગિલ અને પંત નિષ્ફળ બે આંકડે પણ પહોંચી શક્યા નહીં

રાજકોટ/મુંબઇ, તા.23: ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં બેટિંગ મોરચે સંઘર્ષ કરનાર ભારતીય કપ્તાન રોહિત શર્મા સહિતના સ્ટાર બેટર યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને ઋષભ પંતની રણજી ટ્રોફીના વાપસી મેચમાં પણ નિષ્ફળતા ચાલુ રહી હતી.

ભારતીય કપ્તાન રોહિત શર્મા આજે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ તરફથી રણજી ટ્રોફી મેચમાં ફોર્મની શોધમાં ઉતર્યો હતો, પણ 19 દડામાં માત્ર 3 રન જ કરી શક્યો હતો અને જમ્મુ-કાશ્મીરના 6 ફૂટ 4 ઇંચ ઉંચા બોલર ઉમર નઝીર મીરના દડામાં વિપક્ષી કપ્તાન પારસ ડોગરાને કેચ આપી આઉટ થયો હતો. રોહિત શર્મા ઉપરાંત યશસ્વી જયસ્વાલ પણ નિષ્ફળ રહીને માત્ર 4 રન જ કરી શક્યો હતો. મુંબઇના કપ્તાન રહાણેએ 7 અને શ્રેયસ અય્યરે 11 રન કર્યાં હતા. શિવમ દૂબે ઝીરોમાં આઉટ થયો હતો. 47 રનમાં 7 વિકેટ પડયા બાદ શાર્દુલ ઠાકુરે પ1 અને તનુષ કોટિયને 26 રન કરી મુંબઇનો સ્કોર 120 રન સુધી પહોંચાડયો હતો. પહેલા દિવસની રમતના અંતે જમ્મુ-કાશ્મીર ટીમના 7 વિકેટે 174 રન થયા હતા અને પ4 રને આગળ થયું હતું.

રાજકોટમાં સૌરાષ્ટ્ર વિરુદ્ધ દિલ્હીનો મેચ આજથી શરૂ થયો હતો. જેમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર ઋષભ પંત 10 દડામાં 1 રન જ કરી શક્યો હતો. તેની નિષ્ફળતા પણ ચાલુ રહી હતી.

જયારે બેંગ્લુરુમાં કર્ણાટક સામે પંજાબ ટીમનો પપ રનમાં ધબડકો થયો હતો. પંજાબનો કપ્તાન અને ટીમ ઇન્ડિયાનો ચેમ્પિયન્સ ટ્રોફીનો ઉપકપ્તાન શુભમન ગિલ 4 રન જ કરી શકયો હતો. કર્ણાટક તરફથી વાસૂકી કૌશિકે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. દિવસના અંતે કર્ણાટકના 4 વિકેટે 199 રન થયા હતા અને 144 રન આગળ થયું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025