રાજકોટ, તા.23: ટીમ ઇન્ડિયા સ્ટાર રવીન્દ્ર જાડેજાના પંજા
અને બાદમાં યુવા હાર્વિક દેસાઇના 93 રનની મદદથી દિલ્હી વિરુદ્ધના રણજી ટ્રોફી મેચમાં
સૌરાષ્ટ્ર ટીમે પહેલા દિવસથી પડક જમાવી છે. દિલ્હી ટીમ 188 રનમાં ડૂલ થઇ હતી. પહેલા
દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રના પ વિકેટે 163 રન થયા હતા. તે દિલ્હીથી 2પ રન પાછળ છે
અને પ વિકેટ અકબંધ છે. ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર ઋષભ પંત લાંબા સમય પછી રણજી ટ્રોફી
રમવા ઉતર્યો હતો, પણ તે ફક્ત 1 રને આઉટ થયો હતો.
દિલ્હી
તરફથી કેપ્ટન આયુષ બદોનીએ 60 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. યશ ધૂલે 44 રન કર્યાં હતા. મયંક ગુસાની 38 રને નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી ટીમ
49.4 ઓવરમાં 188 રનમાં ડૂલ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્ર
તરફથી રવીન્દ્ર જાડેજાએ 66 રનમાં પ અને ધર્મેન્દ્ર જાડેજાએ 63 રનમાં 3 વિકેટ લીધી હતી.
આ પછી
સૌરાષ્ટ્રના 38.પ ઓવરમાં ઝડપી 163 રન થયા હતા. દિવસની આખરી ઓવરમાં હાર્વિક દેસાઇ
93 રને આઉટ થયો હતો. 120 દડાની ઇનિંગમાં તેણે 8 ચોક્કા ફટકાર્યાં હતા. રવીન્દ્ર જાડેજાએ
36 દડામાં 2 ચોક્કા-3 છકકાથી 38 રનની ઝડપી ઇનિંગ રમી હતી. ચેતેશ્વર પુજારા (6) અને
શેલ્ડન જેકશન (7)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. દિલ્હી તરફથી શિવમ શર્માને 2 વિકેટ મળી
હતી.