• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

કાલે બીજો T-20 મેચ ચેન્નાઈની પીચ સ્પિનર્સને મદદગાર

ઇંગ્લેન્ડની મુશ્કેલી વધશે

ચેન્નાઈ, તા.23 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ મેચની ટી-20 શ્રેણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ મેચમાં 7 વિકેટની જીત સાથે ટી-20 ઇન્ડિયા 1-0થી આગળ થઈ છે. હવે બન્ને ટીમ વચ્ચે 2પમીએ શનિવારે બીજા મેચમાં ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ પર ટક્કર થશે. આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 9 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાયા છે. જેમાં પહેલાં બેટિંગ કરનાર ટીમ 6 વખત અને બાદમાં બેટિંગ કરનાર ટીમ બે વખતે જીતી છે. એક મેચ ખરાબ મોસમને લીધે અનિર્ણિત રહ્યો હતો. પહેલી ઇનિંગનો એવરેજ સ્કોર 1પ0 અને બીજી ઇનિંગનો એવરેજ સ્કોર માત્ર 122 રહ્યો છે.

ટી-20 ફોર્મેટમાં ચેન્નાઇની પીચ બેટધરો માટે મદદગાર રહી નથી. બેટધરો અહીં સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. પિચ ધીમી રહે છે. આથી સ્પિનર્સને અહીં ઘણી મદદ મળે છે. ટોસ જીતનાર કપ્તાન અહીં પહેલાં બેટિંગ કરવાનું પસંદ કરશે અને 170 આસપાસના સ્કોર સુધી પહોંચવા માગશે.

ભારતની સ્પિન ત્રિપુટી વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ રવિ બિશ્નોઈ સામે પહેલાં મેચમાં ઇંગ્લેન્ડની બેટિંગ લાઇન અપ નતમસ્તક થઈ ગઈ હતી. હવે ચેન્નાઇમાં પણ બટલરની ટીમની આ ત્રિપુટી વિરુદ્ધ કસોટી થશે. શ્રેણીનો ત્રીજો મેચ રાજકોટ ખાતે તા. 28મીએ મંગળવારે રમાવાના છે. રાજકોટની પિચ પર બેટધરોનું વર્ચસ્વ રહેશે કારણ કે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમની પીચ સપાટ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025