• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

U-19 મહિલા T-20 વર્લ્ડ કપમાં ભારત સતત બીજીવાર ચેમ્પિયન

ફાઇનલમાં જી. તૃષાના ઓલરાઉન્ડ દેખાવથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 9 વિકેટે જબરદસ્ત વિજય

 

કુઆલાલમ્પુર, તા.2: આઇસીસી અન્ડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત સતત બીજીવાર ચેમ્પિયન થયું છે. જી. તૃષાના ઓલરાઉન્ડ દેખાવથી આજે અહીં રમાયેલા ફાઇનલ મુકાબલામાં ભારતનો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 9 વિકેટે જબરદસ્ત વિજય થયો હતો. ખિતાબી મુકાબલામાં ભારતીય યુવા મહિલા ટીમને ફક્ત 83 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જે તેણે માત્ર 11.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પ્લેયર ઓફ ધ મેચ ગોંગાડી તૃષાએ 3 વિકેટ લીધી હતી અને અણનમ 44 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. તૃષા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ જાહેર થઈ હતી. તેના ખાતામાં 309 રન અને 7 વિકેટ રહ્યા હતા. વર્ષ 2023માં ભારતીય ટીમ શેફાલી વર્માનાં નેતૃત્વમાં અન્ડર-19 મહિલા ટી-20 વિશ્વ કપમાં ચેમ્પિયન

બની હતી.

ભારત તરફથી તૃષાએ 33 દડામાં 8 ચોક્કાથી 44 અને સનિકા ચલકેએ 22 દડામાં 4 ચોક્કાથી અણનમ 26 રન કર્યા હતા. જી. કમાલિની 8 રને આઉટ થઈ હતી. પહેલી વિકેટમાં 36 રનની અને બીજી વિકેટમાં 48 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. આથી ભારતે બાવન દડા બાકી રાખીને 11.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 84 રન કરી દ. આફ્રિકા સામે ફાઇનલમાં શાનદાર વિજય હાંસલ કર્યો હતો અને વિશ્વ વિજેતા ટીમ બની હતી.

અગાઉ દ. આફ્રિકા ટીમનો ફાઇનલમાં ધબડકો થયો હતો અને 20 ઓવરના અંતે પૂરી ટીમ 82 રનના મામૂલી સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. જેમાં મિકે વાન વૂર્સ્ટના 23 રન સર્વાધિક હતા. ભારત તરફથી જી. તૃષાએ 3 અને પારુનિકા સિસોદિયા-વૈષ્ણાવી શર્માએ 2-2 વિકેટ લીધી હતી. આ ત્રિપુટી સ્પિનર છે. આફ્રિકા ટીમ સ્પિન જાળમાં

ફસાયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025