નિર્ણાયક મેચમાં આસામ વિરૂધ્ધ સૌરાષ્ટ્રનો એક ઇનિંગ 144 રને વિજય
રાજકોટ
તા.2: અનુભવી સ્પિનર ધર્મેન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગની મદદથી સૌરાષ્ટ્ર ટીમે ગ્રુપ
સ્ટેજના પોતાના આખરી મેચમાં આસામ વિરૂધ્ધ બોનસ પોઇન્ટ સાથે વિજય મેળવીને રણજી ટ્રોફી
નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યોં છે. આસામ સામે સૌરાષ્ટ્રનો એક ઇનિંગ અને 144 રને વિજય
થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ ધર્મેન્દ્ર જાડેજાએ પહેલી ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં પ
વિકેટ મળી કુલ 9 વિકેટ ઝડપી હતી. કવાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્ર ટીમની ટકકર ગુજરાત સામે
થશે. સૌરાષ્ટ્રના 474 રનના જવાબમાં આસામ ટીમ પહેલા દાવમાં 164 અને બીજા દાવમાં 166
રને ઓલઆઉટ થઇ હતી.
સૌરાષ્ટ્ર
ટીમ વર્તમાન સીઝનમાં રણજી ટ્રોફીના એલિટ ગ્રુપ સીમાં સામેલ હતી. જેમાં 7 મેચના અંતે
3 જીત અને 2-2 હાર-ડ્રો સાથે 2પ પોઇન્ટ સાથે ટોચ પર રહી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી છે.
જયારે ગુજરાત ટીમ બી ગ્રુપમાં 32 અંક સાથે બીજા સ્થાને રહી કવાર્ટર ફાઇનલમાં પહોંચી
છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેનો કવાર્ટર ફાઇનલ મેચ 8 ફેબ્રુઆરીથી રાજકોટના નિરંજન
શાહ સ્ટેડિયમ પર રમાશે.
અન્ય
કવાર્ટર ફાઇનલમાં જમ્મૂ-કાશ્મીર ટીમ સામે કેરળ હશે. જયારે વિદર્ભનો સામનો તામિલનાડુ
વિરૂધ્ધ થશે. વર્તમાન વિજેતા મુંબઈ વિ. હરિયાણા વચ્ચે કવાર્ટર ફાઇનલ રમાશે.