• શનિવાર, 26 એપ્રિલ, 2025

વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતે દાવો નોંધાવ્યો જો ભારતને યજમાન પદ મળે તો અમદાવાદમાં આયોજન

નવી દિલ્હી તા.21: ભારતે વર્ષ 2030ના કોમન વેલ્થ ગેમ્સના આયોજન માટે સત્તાવાર દાવો નોંધાવ્યો છે. જો ભારતની બોલી માન્ય રહેશે તો 2030ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદ ખાતે થશે.

ખેલ મંત્રાલયના એક સૂત્રે જણાવ્યું હતું કે રમતોની યજમાનીમાં રસ દેખાડવા માટે સંબંધિત દસ્તાવેજો જમા કરવાની અંતિમ તારીખ 31 માર્ચ છે. ભારતીય ઓલિમ્પિક સંઘે યજમાની માટે જરૂરી દસ્તાવેજો કેટલાક દિવસ પહેલા રજૂ કરી દીધા છે. ભારતની બોલી આઇઓએ અને ગુજરાત રાજ્ય દ્વારા પ્રસ્તુત કરાઇ છે. જો ભારતની બોલી સ્વિકારવામાં આવે અને દેશને  યજમાની મળે તો તેનું આયોજન અમદાવાદમાં થશે. કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશ રમત ગમતની યજમાનીમાં રૂચી રાખે છે. ભારતે છેલ્લા વાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની 2010માં કરી હતી. દેશનું લક્ષ્ય 2036ના ઓલિમ્પિકસની યજમાની કરવાનું પણ છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક