આઈપીએલ
2025ની ઓપનિંગ સેરેમનીમાં દર્શકોના સૈલાબ વચ્ચે શાહરુખ ખાને મંચ સંભાળ્યું હતું. શાહરૂખે
ટૂર્નામેન્ટ અંગે દર્શકોને જાણકારી આપી હતી. બાદમાં શ્રેયા ઘોષાલે પોતાના ગીતોથી માહોલ
બનાવ્યો હતો. શ્રેયા બાદ દિશા પટણીએ ડાન્સિંગ મુવ્સ બતાવ્યા હતા અને કરણ ઔજલાએ રૈપનો
જાદૂ બતાવ્યો હતો. ઉદ્ઘાટન સમારોહની ભવ્યતા રાષ્ટ્રગીત વાગતા જ માહોલ ચરમસીમાએ પહોંચી
ગયો હતો. આઈપીએલ ટ્રોફી સ્ટેજ ઉપર કેકેઆર અને આરસીબીના કેપ્ટન પણ પહોંચ્યા હતા. બાદમાં
બીસીસીઆઈ પદાધિકારીઓ અને સેલિબ્રિટીઓ સાથે કેક કટિંગ સેરેમની કરવામાં આવી હતી.