• રવિવાર, 27 એપ્રિલ, 2025

રિઝવાને તોડયો નસીમ શાહનો ફોન

નવી દિલ્હી, તા. 22 : પાકિસ્તાનની વનડે ટીમ વર્તમાન સમયે ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ ટી20 ઉપરાંત ત્રણ વનડે મેચ રમાવાના છે. ન્યુઝીલેન્ડએ ટી20 શ્રેણીમાં 2-1થી બઢત બનાવી રાખી છે. પાકિસ્તાનનો વનડે કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ જેવા ખેલાડીઓ ટી20 સ્ક્વોડમાં સામેલ નથી. સલમાન આગા સૌથી નાના ફોર્મેટમાં પાકિસ્તાનની કમાન સંભાળી રહ્યો છે. તેવામાં પાકિસ્તાનની વનડે ટીમમાં સામેલ ખેલાડીઓએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન એવી ઘટના બની હતી જેનાથી પાકિસ્તાની ફાસ્ટ બોલર નસીમ શાહના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. હકીકતમાં રિઝવાને પ્રેક્ટિસ દરમિયાન સિક્સ મારી હતી જે બાઉન્ડ્રીની બહાર નસીમ શાહના મોબાઈલ ઉપર લાગી હતી અને ફોન તૂટી ગયો હતો. ફોનની ક્રીન તૂટેલી જોઈને થોડી વાર તો નસીમ શાહ નારાજ થઈ ગયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક