• શનિવાર, 26 એપ્રિલ, 2025

મેસ્સી 14 વર્ષ પછી ભારત આવશે આર્જેન્ટિના ટીમ ફ્રેન્ડલી મેચ રમશે

નવી દિલ્હી, તા.27: ફૂટબોલ સ્ટાર લિયોનલ મેસ્સી 14 વર્ષ બાદ ભારતમાં ફ્રેન્ડલી મેચ રમવા આર્જેન્ટિના ટીમ સાથે આવશે. આર્જેન્ટિના ફૂટબોલ એસો. એ ભારત પ્રવાસની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ પહેલા વર્ષ 2011માં વિશ્વ વિજેતા કેપ્ટન લિયોનલ મેસ્સીએ ભારત પ્રવાસ કર્યો હતો ત્યારે આર્જેન્ટિના ટીમે કોલકતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં વેનેજુએલા વિરુદ્ધ વર્લ્ડ કપ કવોલીફાય રાઉન્ડનો મેચ રમ્યો હતો. આ વખતે મેસ્સીની ટીમ આર્જેન્ટિના કોચ્ચિમાં બે મૈત્રિ મેચ રમશે. મેચ ઓક્ટોબરમાં રમાશે અને તારીખો ટૂંક સમયમાં જાહેર થશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે મેસ્સીની આગેવાનીમાં આર્જેન્ટિના 2022માં વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાંસને હરાવીને ચેમ્પિયન બની હતી. આ સાથે જ આર્જેન્ટિના 36 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આગામી ફીફા વર્લ્ડ કપ માટે આર્જેન્ટિના ટીમ ક્વોલીફાય થઇ ચૂકી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક