કરુણ નાયરનું પુનરાગમન નિશ્ચિત
મુંબઇ,
તા.27: બીસીસીઆઇએ એક મોટો નિર્ણય લીધો છે. જૂનમાં શરૂ થનાર ઇંગ્લેન્ડ પ્રવાસ અગાઉ કેટલાક
સીનીયર ખેલાડીઓની ઇન્ડિયા એ ટીમમાં પસંદગી કરવાની યોજના બનાવી છે. ઇન્ડિયા એ ટીમ મે
મહિનામાં ઇંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ બે ચાર દિવસીય મેચ રમશે. જે બન્ને દેશ વચ્ચેની પ
ટેસ્ટ મેચની તૈયારના ભાગરૂપે છે. પહેલો ચાર દિવસીય મેચ 30 મેના રમાશે. આઇપીએલ ફાઇનલ
2પ મેના છે. આથી તમામ ખેલાડી પસંદગી માટે ઉપલબ્ધ હશે.
બીસીસીઆઇએ
કેએલ રાહુલ, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, ધ્રુવ જુરેલ, નીતિશકુમાર રેડ્ડી, યશસ્વી જયસ્વાલ,
વોશિંગ્ટન સુંદર, શ્રેયસ અય્યર, આકાશદીપ, હર્ષિત રાણાને ઇન્ડિયા એ ટીમમાં સામેલ કરવાની
યોજના બનાવી છે. આ ઉપરાંત જો કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલી ઇચ્છુક હશે તો એક
મેચ માટે તેમની પસંદગી થઇ શકે છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં
રનના ઢગલા કરનાર વિદર્ભના બેટધર અને રનમશીન કરૂણ નાયરની ઇન્ડિયા એ ટીમમાં પસંદગી નિશ્ચિત
છે. તે ભારત તરફથી 3 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તેના નામે એક ત્રેવડી સદી છે. કરુણ નાયર
છેલ્લે 2017માં ટેસ્ટ મેચ રમ્યો હતો.