• શનિવાર, 26 એપ્રિલ, 2025

ઓસ્ટ્રેલિયા પ્રવાસની ભારતીય મહિલા હોકી ટીમમાં 5 નવા ચહેરા

નવી દિલ્હી, તા.14: હોકી ઇન્ડિયાએ સોમવારે 26 એપ્રિલથી 4 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાના પર્થ સ્ટેડિયમમાં રમાનાર પાંચ મેચની શ્રેણીની ભારતીય મહિલા હોકી ટીમ જાહેર કરી છે. ટીમની કપ્તાની ફરી એકવાર તેજતર્રાર મિડફિલ્ડર સલીમા ટેટે સંભાળશે. જયારે અનુભવી ફોરવર્ડ ખેલાડી નવનીત કૌરને ઉપ કપ્તાન બનાવવામાં આવી છે. પાંચ મેચની શ્રેણીના પહેલા બે મેચ ઓસ્ટ્રેલિયા એ ટીમ સામે અને ત્રણ મેચ સીનીયર ટીમ સામે હશે. ગોલકીપર તરીકે અનુભવી સવિતા પૂનિયા અને યુવા બિચૂ દેવી ખારીબામ છે. જયોતિ સિંહ અને સુજાતા કપૂર સહિત પાંચ નવી ખેલાડી ટીમમાં સામેલ કરાઇ છે.

ભારતીય મહિલા હોકી ટીમ: સવિતા પૂનિયા , બિચૂ દેવી (બન્ને ગોલકીપર), જયોતિસિંહ, ઇશિકા ચૌધરી, સુશીલા ચાનૂ, સુજાતા, સુમનદેવી, જયોતિ, અજમીના, સાક્ષી રાણા, સલીમા ટેટે (કપ્તાન), વૈષ્ણવી વિઠ્ઠલ, નેહા, શર્મિલા દેવી, મનીષા ચૌહાણ, સુનેલિતા ટેટે, પૂજા યાદવ, લાલરેમ્સિયામી, નવનીત કૌર, રૂતજા દાદસો પિસલ, મુમતાઝ ખાન, બલજીત કૌર, દીપિકા સોરેંગ અને બ્યૂટી ડુંગડુંગ.

ઇ-પેપરના નવા શુલ્ક