મુંબઈ, તા.1પ: ટીમ ઇન્ડિયન્સ લિમિટેડ ઓવર્સની સિરીઝ માટે ઓગસ્ટમાં પાડોશી દેશ બાંગલાદેશનો પ્રવાસ કરશે. જ્યાં ભારતીય ટીમ ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી રમશે. વર્ષ 2014 બાદ ટીમ ઇન્ડિયાનો આ પહેલો બાંગલાદેશ પ્રવાસ હશે. જેમાં કોઇ ટેસ્ટ મેચ નહીં હોય, પણ ફક્ત મર્યાદિત ઓવરના મેચ હશે.
ભારતીય
ટીમ 13 ઓગસ્ટે ઢાકા પહોંચશે. 17 ઓગસ્ટથી વન ડે શ્રેણી શરૂ થશે. બીજો અને ત્રીજો વન
ડે મેચ ક્રમશ: 20 અને 23 ઓગસ્ટે રમાશે જ્યારે 26 ઓગસ્ટથી ટી-20 શૃંખલાનો પ્રારંભ થશે.
29 અને 31 ઓગસ્ટે ક્રમશ: બીજો-ત્રીજો ટી-20 મેચ રમાશે. સામાન્ય રીતે ઓગસ્ટમાં બાંગલાદેશમાં
ક્રિકેટની ઓફ સીઝન હોય છે, પણ આ વખતે ભારત સામેની વન ડે અને ટી-20 શ્રેણીનું આયોજન
થયું છે. જે દરમિયાન વરસાદનું વિઘ્ન બની રહેશે.