• બુધવાર, 21 મે, 2025

બહાર શેર અને ઘરમાં ઢેર : RCB હોમ ગ્રાઉન્ડ પર જીત માટે તલપાપડ

પોઇન્ટ ટેબલ પરની આઠમા નંબરની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે આજે ટક્કર

બેંગ્લુરુ તા. 23: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગુરૂવારે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર મેચ રમાશે. આરસીબી ટીમ બહારી મેદાન પર સતત શાનદાર દેખાવ કરી રહી છે અને તમામ પ મેચમાં જીત મેળવી છે, પરંતુ પોતાના ઘરેલુ મેદાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજયનું ખાતું ખોલાવી શકી નથી. અહીં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેય હારી છે. હવે તેની પાસે રાજસ્થાન રોયલ્સની હાર આપી હોમ ગ્રાઉન્ડ પર વિજયનો સ્વાદ ચાખવાની તક છે. કારણ કે પ્રવાસી ટીમ રાજસ્થાન રોયલ્સ ફોર્મમાં નથી અને ઉપરાઉપરી બે મેચમાં જીતની બાજી હારમાં ફેરવી બેંગ્લુરુ પહોંચી છે. આ ઉપરાંત તેનો કેપ્ટન સંજૂ સેમસન અનફિટ છે અને આ મેચ રમવાનો નથી.

આરસીબી ટીમ બેંગ્લુરુ બહાર ઉમદા દેખાવ કરી રહી છે અને પ્રતિ ઓવર 9-10 રન કરે છે, પણ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર આ રન રફતાર ધીમી પડી જાય છે અને પ્રતિ ઓવર 7-8 રનની જ હોય છે. અહીં આરસીબીએ ત્રણ મેચમાં 8 વિકેટે 169, 7 વિકેટે 163 અને 9 વિકેટે 9પ (14 ઓવર) કર્યાં છે. ટીમની બેટિંગનો આધાર ફરી વિરાટ કોહલીના ખભે છે. જો કે ફિલ સોલ્ટ અને કપ્તાન રજત પાટીદારનો તેને યોગ્ય સહયોગ મળી રહ્યો નથી. યુવા દેવદત્ત પડીકકલ પાછલા બે મેચથી યોગદાન આપી રહ્યો છે. આરસીબીના હાલ 10 અંક છે અને ત્રીજા સ્થાને છે.

રાજસ્થાન રોયલ્સની અનેક સમસ્યા છે. સંજૂ સેમસનની અનુપસ્થિતિમાં રિયાન પરાગ સુકાન સંભાળશે. આ ટીમ પોઇન્ટ ટેબલ પર ફકત બે જીત સાથે આઠમા નંબરે છે. આરસીબી સામેના મેચમાં 14 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તેણે પાછલા મેચમાં પદાર્પણની શરૂઆત સિકસ સાથે કરી હતી. યશસ્વી જયસ્વાલ પાસેથી ટીમને ફરી મોટી ઇનિંગની આશા રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025