• બુધવાર, 21 મે, 2025

રોહિતે રફતાર પકડી : 9 વર્ષ પછી ઉપરાઉપરી બે અર્ધસદી

T-20 ફોર્મેટમાં 12000 રનની ઉપલબ્ધિ : MI તરફથી સૌથી વધુ સિક્સનો રેકોર્ડ

હૈદરાબાદ, તા.24: ટીમ ઇન્ડિયાના ટેસ્ટ અને વન ડે કપ્તાન અને મુંબઇ ઇન્ડિયન્સના અનુભવી પ્રારંભિક બેટધર રોહિત શર્માએ રન રફતાર પકડી લીધી છે. સતત પ ઇનિંગની નિષ્ફળતા પછી તે ઉપરાઉપરી બે અર્ધસદી ફટકારીને મુંબઇ ટીમની જીતમાં સિંહફાળો આપ્યો છે. રોહિતે આઇપીએલમાં 9 વર્ષ પછી ઉપરાઉપરી બે ફિફટી ફટકારી છે. ચેન્નાઇ સામેના મેચમાં તેણે અણનમ 76 રન કર્યાં હતા જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધના ગઇકાલે રમાયેલા મેચમાં રોહિત શર્માએ 46 દડામાં 8 ચોક્કા અને 3 છક્કાથી 70 રનની મેચ વિનિંગ રમી હતી. આથી મુંબઇ ઇન્ડિયન્સે 144 રનનું વિજય લક્ષ્ય 1પ.4 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. 26 રનમાં 4 વિકેટ લેનાર એમઆઇ ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટ મેચ ઓફ ધ મેચ થયો હતો. આ મેચ દરમિયાન રોહિત શર્માએ ટી-20 ફોર્મેટમાં 12000 રન પૂરા કર્યાં હતા. આ ઉપલબ્ધિ હાંસલ કરનારો વિરાટ કોહલી પછીનો તે બીજો ભારતીય બેટધર છે. રોહિતે 12 હજાર રનનો આંકડો વિરાટથી ઓછા દડામાં સ્પર્શ કર્યોં હતો. રોહિત શર્માએ આઈપીએલમાં ઉપરા ઉપરી બે અર્ધસદી છેલ્લે 2012માં ફટકારી હતી.

રોહિત આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી સૌથી વધ છક્કા ફટકારનારો બેટધર બની ગયો છે. તેના નામે હવે 229 મેચમાં 2પ9 સિક્સ થઇ છે. રોહિતે આ મામલે કાયરન પોલાર્ડને પાછળ રાખી દીધો છે. તેણે મુંબઇ માટે 2પ8 છક્કા ફટકાર્યાં હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025