• શુક્રવાર, 13 માર્ચ, 2026

ભારતમાં રમાનાર એશિયા કપ હોકી સ્પર્ધામાંથી પાક. ટીમની બાદબાકી થશે

નવી દિલ્હી તા.2પ: કાશ્મીરના પહલગામ ખાતે નાપાક આતંકી હુમલા બન્ને ભારત સરકાર પાકિસ્તાન સાથેના મોટાભાગના રાજદ્વારી સંબંધ સ્થગિત કરી દીધા છે. આથી આ વર્ષે બિહારના રાજગીર ખાતે રમાનાર પુરુષ એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ટીમના હિસ્સો બનવાની સંભાવના નથી. એશિયા કપ હોકીનું આયોજન 27 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન થયું છે.

પહલગામના નાપાક આતંકી હુમલામાં ભારતે 26 નિર્દોષ પ્રવાસીએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના પછી પાકિસ્તાન હોકી મહાસંઘના અધ્યક્ષ રાણા મુઝાહિદે કહ્યંy છે કે હાલના ઘટનાક્રમ પછી પાક. હોકી ટીમનું એશિયા કપમાં ભાગ લેવા ભારત પ્રવાસે આવવું શકય જણાતું નથી. અમારા હોકી ઇન્ડિયા સાથે સારા સંબંધ છે. પણ આ બન્ને દેશ વચ્ચેની સરકારનો મામલો છે. હોકી ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે આ અંગે કેન્દ્ર સરકારના નિર્ણયનો અમે અમલ કરશું.

એશિયા કપ મહત્વની હોકી ટૂર્નામેન્ટ છે. કારણ કે તે 2026 વર્લ્ડ કપની કવોલીફાઇ ટૂર્નામેન્ટ છે. એશિયા કપમાં ચેમ્પિયન થનાર ટીમને વર્લ્ડ કપની સીધી ટિકિટ મળે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક