નવી દિલ્હી તા.16: ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડી કપ્તાન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીએ ટેસ્ટ સંન્યાસનું એલાન અચાનક જ સોશિયલ મીડિયા પર કર્યું હતું. આ પછી એવી સંભાવના વ્યકત થઇ રહી હતી કે ટેસ્ટ નિવૃત્તિનો આ ક્રમ આગળ વધશે અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પર ટેસ્ટ સંન્યાસ લેશે. આ ત્રિપુટી વિશ્વ કપની જીત પછી એક સાથે ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટને બાય બાય કર્યું હતું.
આ
હલચલ દરમિયાન રવીન્દ્ર જાડેજા આજે ઇંસ્ટાગ્રામ પર સફેદ જર્સીના પોતાના ફોટા સાથે એક
પોસ્ટ મુકી હતી. જો કે ચાહકોનો ત્યારે હાશકરો થયો જયારે પોસ્ટમાં જાડેજાએ નિવૃત્તિની
કોઇ વાત કરી ન હતી. તેણે ટેસ્ટ ઇતિહાસમાં લાંબા સમય સુધી નંબર વન ઓલરાઉન્ડર બનાવાની
ઐતિહાસિક ઉપલબ્ધિ માટે ચાહકોનો આભાર માન્યો હતો. અને અભિનંદન પાઠવવા માટે આભાર વ્યકત
કર્યો હતો.
36
વર્ષીય રવીન્દ્ર જાડેજા અન્ડર-19 સમયથી વિરાટ કોહલીનો સાથીદાર છે. તેણે 11પ1 દિવસ સુધી
નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર પોઝિશન પર રહી નવો રેકોર્ડ બનાવ્યો છે. જાડેજાએ ટેસ્ટ નિવૃત્તિ
લીધી નથી અને ઇંગ્લેન્ડ પ્રવાસની ભારતીય ટીમમાં તેનો સમાવેશ નિશ્ચિત માનવામાં આવે છે.