• ગુરુવાર, 19 જૂન, 2025

તો શુભમન ગિલ બનશે આગામી ટેસ્ટ કેપ્ટન

હેડ કોચ ગૌતમ ગંભીરનો સપોર્ટ : બુમરાહ, પંત કેપ્ટનની દોડમાં પાછળ

નવી દિલ્હી, તા. 17 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે. આ પ્રવાસે ટીમ ઈન્ડિયા મેજબાન ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન 23 મેના રોજ થવાની સંભાવના છે. સાથે જ નવા ટેસ્ટ કેપ્ટનની પણ ઘોષણા કરવામાં આવશે. જે ટેસ્ટમાંથી સંન્યાસ લેનારા રોહિત શર્માની જગ્યાએ જવાબદારી સંભાળશે.  એક અહેવાલ અનુસાર શુભમન ગિલ ટેસ્ટ ટીમની કમાન સંભાળી શકે છે. ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને શુભમન ગિલ વચ્ચે દિલ્હીમાં એક મુલાકાત થઈ હતી. ત્યારબાદથી ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે ગિલના નામની ચર્ચા થઈ રહી છે. પસંદગીકર્તા અથવા ગંભીર પોતાના વલણથી પીછેહટ કરે તેવી સંભાવના ખુબ ઓછી છે. ભારતીય ક્રિકેટ ચલાવતા પ્રભાવશાળી લોકો ગિલને જવાબદારી સોંપવામાં આવે તેનાથી એટલા ખુશ નથી. જો કે નિર્ણય જોઈ વિચારીને લેવામાં આવ્યો છે.

એવું પણ સામે આવ્યું છે કે કદાચ ફાઈનલ મંજૂરી ગૌતમ ગંભીરની શુભમન ગિલ સાથે મુલાકાત બાદ મળી છે. જેના કારણે જસપ્રીત બુમરાહ સહિતના બાકીના દાવેદારોની સંભાવના ઓછી થઈ છે. ક્રિકેટ ઈતિહાસમાં એવા ઘણા ખેલાડીઓ છે જે ફુલટાઈમ કેપ્ટન બનવાને લાયક હતા પણ બની શક્યા નથી. ઉદાહરણમાં ભારતમાં રવિ શાત્રી ને ઓસ્ટ્રેલિયામાં શેન વોર્ન છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ

પહેલો ટેસ્ટ : 20-24 જુન, હેડિંગ્લે

બીજો ટેસ્ટ : 2-6 જુલાઈ, એઝબેસ્ટન

ત્રીજો ટેસ્ટ : 10-14 જુલાઈ, લોર્ડસ

ચોથો ટેસ્ટ : 23-24 જુલાઈ, ઓલ્ડ ટ્રેફર્ડ

પાંચમો ટેસ્ટ : 31 જુલાઈ-4 ઓગસ્ટ, ઓવલ

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક