• ગુરુવાર, 19 જૂન, 2025

ભારતને ગર્વ છે : મોદીએ કરી નીરજ ચોપડાની પ્રશંસા

ડાયમંડ લીગમાં નીરજે 90.23 મીટરનો થ્રો કરીને ઈતિહાસ રચ્યો

ડબલ ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપડાએ શુક્રવારે યાદગાર રમત બતાવી હતી. તેણે ભાલાફેંકમાં 90 મીટરની દુરી પાર કરી છે અને આ સ્તરે પહોંચનારો પહેલો ભારતીય બન્યો છે. ચોપડાએ જેવલિન થ્રોમાં પહેલી વખત 90 મીટરનું બેરિયર પાર કર્યું છે. તેણે દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટર દુર ભાલો ફેંક્યો હતો. તેમ છતા બીજા સ્થાને રહ્યો હતો.

જર્મનીના જુલિયન વેબરે અંતિમ થ્રો 91.06 મીટરનો કરીને પહેલું સ્થાન મેળવ્યું હતું. નીરજનો થ્રો કારકિર્દીનું સૌથી સારુ પ્રદર્શન છે. આ પહેલા નીરજનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ થ્રો 89.94 મીટરનો હતો. આ થ્રો સાથે નીરજ 90 મીટરથી વધારે ફેંકનારો દુનિયાનો 25મો અને એશિયાનો ત્રીજો એથલીટ બન્યો છે. જ્યારે જુલિયન વેબર પહેલી વખત 90 મીટરથી દુર ભાલો ફેંકનારો દુનિયાનો 26મો એથલીટ બન્યો હતો.

નીરજ ચોપડાની આ ઉપલબ્ધિ ઉપર પીએમ મોદીએ જોરદાર પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ નીરજની મહેનત અને અનુશાસનને વખાણ્યા હતા અને પોસ્ટ શેર કરી હતી. મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, એક શાનદાર ઉપલબ્ધિ, દોહા ડાયમંડ લીગ 2025મા 90મી મીટરની દુરી પાર કરવા અને વ્યક્તિગત થ્રો મેળવવા બદલ નીરજ ચોપડાને અભ્નિંદન. આ તેમની અથાક મહેનત, અનુસાશાન અનુ જુનુનનું પરિણામ છે. જેનાથી ભારત ખુબ જ ખુશ અને ગર્વનો અનુભવ કરી રહ્યું છે.

કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે નીરજ ચોપરા

નવી દિલ્હી, તા.17:

નીરજ ચોપરા ભારતના સફળ અને ધનિક ખેલાડીઓમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2024 સુધીમાં નીરજ ચોપરાની કુલ સંપત્તિ લગભગ 4.5 મિલિયન ડોલર (લગભગ 38.5 કરોડ રૂપિયા) છે. નીરજ ચોપરાની નાણાકીય સફળતા મેચ ફી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી થતી નોંધપાત્ર કમાણી દ્વારા પ્રેરિત છે. ભારતમાં ક્રિકેટરોના વર્ચસ્વ વચ્ચે નીરજ ચોપરાએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જાહેરાતની દુનિયામાં નીરજ ચોપરાનો જબરદસ્ત પ્રભાવ જોવા મળી રહ્યો છે.

ભારત માટે ઘણા મેડલ જીતનારા ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને ભારતીય સેનામાં લેધટનન્ટ કર્નલના માનદ પદ પર બઢતી આપવામાં આવી છે. ભારતીય સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસરથી લેધટનન્ટ કર્નલ તરીકે બઢતી મળ્યા બાદ, નીરજ ચોપરાનો પગાર અપડેટ કરવામાં આવ્યો છે. ડિફેન્સ માહિતી અનુસાર, ભારતીય સેનામાં લેફટનન્ટ કર્નલનો માસિક પગાર સેવાના વર્ષો અને ભથ્થાંના આધારે 1,21,200 થી 2,12,400 રૂપિયાની વચ્ચે હોય છે. નીરજ ચોપરા પાસે સ્પોર્ટ્સ કીટ બ્રાન્ડ નાઇકી, સ્પોર્ટ્સ ડ્રિંક બ્રાન્ડ ગેટોરેડ, ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ, ક્રેડિટ કાર્ડ એપ ક્રેડિટ જેવી એડવર્ટાઈઝિંગ બ્રાન્ડ્સ છે. નીરજ ચોપરા આ બધી કંપનીઓની એડવર્ટાઈઝિંગમાંથી ઘણી કમાણી કરી રહ્યો છે. નીરજ ચોપરાના કાર કલેક્શનમાં રેન્જ રોવર સ્પોર્ટ, ફોર્ડ મસ્ટાંગ જીટી, ટોયોટા ફોર્ચ્યુનર અને મહિદ્રા થાર જેવી મોંઘી અને વૈભવી કારનો સમાવેશ થાય છે.

નીરજ ચોપરા હરિયાણાના પાણીપત નજીક ખંડરામાં ત્રણ માળનો બંગલો ધરાવે છે. તમને જણાવી દઈએ કે ભાલા ફેંક એ ખૂબ જ મુશ્કેલ રમત માનવામાં આવે છે, જેમાં ખેલાડીનું ફિટનેસ લેવલ જબરદસ્ત હોવું જરૂરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક