220 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન ટીમ અંતમાં 7 વિકેટે 209 રને હાંફી ગઇ
યશસ્વી-વૈભવ
અને ધ્રુવની આતશી બેટિંગ એળે : પંજાબ તરફથી નેહલ-શશાંકની અર્ધસદી
પ્લેયર
ઓફ ધ મેચ હરપ્રીત બ્રારની 22 રનમાં 3 વિકેટ
જયપુર
તા.18: આઇપીએલના આજના પહેલા મેચમાં બેટિંગ
અને બાદમાં બોલિંગથી શાનદાર દેખાવ કરીને રાજસ્થાન રોયલ્સ સામે પંજાબ કિંગ્સે નિર્ણાયક
મેચમાં 10 રને રોમાંચક જીત મેળવી હતી. આ જીતથી પંજાબના 17 અંક થયા છે અને પોઇન્ટ ટેબલ
પર બીજા સ્થાને છે. પંજાબ કિંગ્સ એક દશક પછી પ્લેઓફ રાઉન્ડની નજીક છે. છેલ્લે 2014માં
પંજાબ ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી હતી. આજના મેચમાં પંજાબના પ વિકેટે 219 રનના જવાબમાં
આક્રમક શરૂઆત કરનાર રાજસ્થાન રોયલ્સ ટીમ અંતમાં 20 ઓવરના અંતે 7 વિકેટે 209 રને હાંફી
ગઇ હતી. 220 રનના કઠિન વિજય લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને
વન્ડર બોય વૈભવ સૂર્યવંશીએ વિદ્યુતવેગી બેટિંગ કરીને ફકત 29 દડામાં 76 રનની ભાગીદારી
કરી રનનો ધોધ વહાવ્યો હતો.
યશસ્વી
જયસ્વાલે 2પ દડામાં 9 ચોક્કા અને 1 છક્કાથી પ0 રનની ઇનિંગ રમી હતી અને ઓરેન્જ કેપ લીડર
બોર્ડ પર ટોપ પોઝિશન હાંસલ કરી હતી. જયારે 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર આતશી
બેટિંગ કરીને માત્ર 1પ દડામાં 4 ચોક્કા-4 છક્કાથી વિસ્ફોટક 40 રન કર્યાં હતા. આથી પાવર
પ્લેમાં રાજસ્થાને 6 ઓવરમાં 1 વિકેટે 89 રન ખડકી દીધા હતા. યશસ્વી-સૂર્યવંશી આઉટ થયા
પછી કપ્તાન સંજૂ સેમસન (20), રિયાન પરાગ (13) અને શિમરોન હેટમાયર (11) સસ્તામાં આઉટ
થયા હતા. આથી પંજાબ કિંગ્સે વાપસી કરી હતી. ડેથ ઓવર્સમાં ધ્રુવ જુરેલે 31 દડામાં 3
ચોક્કા-4 છક્કાથી પ3 રનની ઝડપી ઇનિંગ રમી હતી. પરંતુ તેનો પુરૂર્ષાથ એળે ગયો હતો. પંજાબ
તરફથી માર્કો યાનસન, અઝમતુલ્લાહ ઓમરઝાઇએ 2-2 વિકેટ લીધી હતી. સ્પિનર હરપ્રિત બ્રાર
4 ઓવરમાં 22 રન આપી 3 વિકેટ ઝડપી ગેમ ચેન્જર બન્યો હતો.
આ
પહેલા પંજાબ કિંગ્સની બેટિંગમાં શરૂઆત ખરાબ રહી હતી અને 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી
હતી. પ્રિયાંશ આર્ય 9, પ્રભસિમરનસિંઘ 21 અને ડેબ્યૂ મેચમાં કાંગારૂ યુવા બેટર મિચેલ
ઓવન ઝીરોમાં આઉટ થયા હતા. આ પછી નેહલ વઢેરા અને કપ્તાન શ્રેયસ અય્યર વચ્ચે ચોથી વિકેટમાં
44 દડામાં 67 રનની ભાગીદારી થઇ હતી. શ્રેયસ 30 રને આઉટ થયો હતો. જયારે નેહલ વઢેરાએ
37 દડામાં પ ચોક્કા-પ છક્કાથી 70 રનની આતશી ઇનિંગ રમી હતી. તેણે પાંચમી વિકેટમાં શશાંકસિંહ
સાથે 33 દડામાં પ8 રનની ભાગીદારી કરી હતી. આખરી ઓવરોમાં રાજસ્થાનના બોલરોની ધોલાઇ કરીને
શશાંકસિંહે 30 દડામાં પ ચોક્કા-3 છક્કાથી અણનમ પ9 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જયારે ઓમરઝાઇ
9 દડામાં 21 રને નોટઆઉટ રહ્યો હતો. આથી પંજાબના પ વિકેટે 219 રન થયા હતા. રાજસ્થાન
તરફથી તુષાર દેશપાંડેને બે વિકેટ મળી હતી.