લખનઉ, તા.19: પ્લેઓફની રહી-સહી આશા જીવંત રાખવા માટે લખનઉ સુપર જાયન્ટસ ટીમ સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ કરો યા મરો સમાન મેચ રમશે. ત્યારે ઋષભ પંતની ટીમનું એકમાત્ર લક્ષ્ય જીત હશે. બીજી તરફ પ્લેઓફ રાઉન્ડમાંથી બહાર થઇ ચૂકેલી પેટ કમિન્સની ટીમનો ઇરાદો પ્રોત્સાહક જીતનો હશે. 10 દિવસના બ્રેક બાદ એલએસજીનો કેપ્ટન ઋષભ પંત તરોતાજા બનીને પાછલા ખરાબ ફોર્મને ભુલીને વાપસી કરવાની કોશિશ કરશે. આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ અનુસંધાને પણ પંતની ફોર્મ વાપસી ટીમ ઇન્ડિયા માટે ઘણું મહત્વ ધરાવે છે. લખનઉમાં સોમવારે વરસાદની સંભાવના છે.
સનરાઇઝર્સ
હૈદરાબાદ ટીમ ગયા વર્ષે ઉપવિજેતા રહી હતી, પરંતુ આ વખતે તે પોતાની રન રફતાર જાળવી શકી
નહીં, અને પ્લેઓફની બહાર થઇ છે. બીજી તરફ એલએસજી ટીમના નામે 11 મેચમાં ફકત 10 અંક છે
અને નેટ રન રેટ માઇનસમાં છે. આથી પ્લેઓફમાં પહોંચવા માટે બાકીના ત્રણેય મેચમાં જીત
જરૂરી છે અને એ પણ સારા અંતરથી. આથી નેટ રન રેટમાં સુધારો થાય.
સનરાઇઝર્સના
બે ખેલાડી ઇશાન કિશન અને નીતિશકુમાર રેડ્ડી પાસે ફોર્મમાં વાપસીનો સારો મોકો હશે. બન્ને
ઇંગ્લેન્ડ પ્રવાસની ઇન્ડિયા એ ટીમમાં પસંદ થયા છે. બન્નેએ ઉપયોગી ઇનિંગ રમવી જરૂરી
છે.
લખનઉ
માટે તેનો કપ્તાન ઋષભ પંત જ કમજોર કડી સાબિત થયો છે. 27 કરોડનો આ ખેલાડી 11 મેચમાં
100થી ઓછી સ્ટ્રાઇક રેટથી 128 રન જ કરી શકયો છે. તેની પાસે ફોર્મ વાપસીનો મોકો છે.
તેનું નામ ભારતીય ટેસ્ટ ટીમના ઉપકપ્તાન તરીકે ચર્ચાય રહ્યંy છે. લખનઉને તેના ત્રણ મુખ્ય
બેટધર નિકોલસ પૂરન, મિચેલ માર્શ અને એડન માર્કરમ પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે. પૂરન
410, માર્શ 378 અને માર્કરમ 326 રન કરી ચૂકયા છે. આ સામે સનરાઇઝર્સને ટ્રેવિસ હેડ અને
અભિષેક શર્મા પાસેથી આક્રમક શરૂઆતની આશા રહેશે.