મુંબઇ તા.18: ઇંગ્લેન્ડ પ્રવાસની ઇન્ડિયા એ ટીમનો કોચિંગ સ્ટાફ બીસીસીઆઇએ જાહેર કર્યોં છે. આ વખતે વીવીએસ લક્ષ્મણ ઇન્ડિયા એ ટીમનો કોચ નથી. બીસીસીઆઇએ ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ ઋષિકેશ કાનિટકરને ભારતીય એ ટીમનો કોચ નિયુકત કર્યોં છે. જયારે આસામનો સુભોદીપ ઘોષ ફિલ્ડીંગ કોચ અને ટ્રોય કૂલી બોલિંગ કોચની જવાબદારી સંભાળશે. ઇંગ્લેન્ડ પ્રવાસની અભિમન્યૂ ઇશ્વરનના સુકાનીપદ હેઠળની ઇન્ડિયા એ ટીમ બે દિવસ પહેલા જાહેર થઇ હતી.
ઋષિકેશ
કાનિટકર મહારાષ્ટ્ર ટીમનો પૂર્વ ખેલાડી છે. તે ભારત તરફથી વન ડે અને ટેસ્ટ રમી ચૂકયો
છે. જો કે તેની ઇન્ટરનેશનલ કેરિયર ટૂંકી રહી છે. રણજી ટ્રોફીમાં તે 8000થી વધુ રન કરી
ચૂકયો છે.
ઇંગ્લેન્ડ
પ્રવાસમાં ઇન્ડિયા એ ટીમ 30 મેએ પહેલા ચાર દિવસીય મેચ કેન્ટબેરી સામે રમશે. આ પછી
6 જૂને બીજો મેચ નોર્ધમ્પટનશાયર વિરૂધ્ધ છે. આ પછી ભારતીય સીનીયર ટીમ સામે 13 જૂને
ઇન્ટ્રા-સ્કવોડ મેચ રમશે.