• ગુરુવાર, 19 જૂન, 2025

ગુજરાત, બેંગ્લુરુ અને પંજાબ પ્લેઓફ માટે ક્વોલીફાય

દિલ્હી સામેની ગુજરાતની જીતથી છઈઇ અને પંજાબનો પાછલા બારણેથી પ્લેઓફમાં પ્રવેશ

ચોથી ટીમ તરીકે મુંબઇ અને દિલ્હી

વચ્ચે ખેંચતાણ : લખનઉની રાહ કઠિન

નવી દિલ્હી તા.19: આઇપીએલ 202પ સીઝનના પ્લેઓફ રાઉન્ડનું ચિત્ર હવે સ્પષ્ટ થઇ રહ્યંy છે. રવિવારના મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત ટાઇટન્સનો 10 વિકેટે જોરદાર વિજય થયો હતો. આથી તેના 12 મેચમાં 18 અંક છે અને પ્લેઓફ રાઉન્ડમાં ગુજરાત ટાઇટન્સ ટીમ પહોંચી છે. ગુજરાતની જીત અને દિલ્હીની હારથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) અને પંજાબ કિંગ્સ (પીબીકેએસ)ને પ્લેઓફ રાઉન્ડની ટિકિટ મળી ગઇ છે. આ બન્ને ટીમ પોઇન્ટ ટેબલ પર હાલ અનુક્રમે બીજા-ત્રીજા સ્થાને છે. બન્નેના 12-12 મેચના અંતે 17-17 અંક છે.

આરસીબી અને પીબીકેએસ પ્લેઓફ રાઉન્ડમાં એટલા માટે પહોંચી છે કે તેમની નજીકની ટીમ દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વધુમાં વધુ 17 અંક સુધી  પહોંચી શકવાની સ્થિતિમાં છે. મુંબઇ ઇન્ડિયન્સના 12 મેચ પછી 14 પોઇન્ટ છે. તે જો બાકીના બન્ને મેચ જીતી લેશે તો 18 અંક સાથે પ્લેઓફ માટે કવોલીફાય થશે. આ સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સનું પત્તું કપાશે. તેના ખાતામાં હાલ 12 મેચમાં 13 પોઇન્ટ છે. બાકીના બન્ને મેચ જીતવાથી તેના અંકનો સરવાળો 17 પર આવીને અટકી જશે. આ બન્ને ટીમ વચ્ચે જ બુધવારે ટકકર થશે. જે લગભગ પ્લેઓફની ચોથી ટીમ નકકી દેશે. જો મુંબઇની જીત થશે તો તે પ્લેઓફ માટે લગભગ કવોલીફાય થશે કારણ કે આ પછીથી દિલ્હી વધુમાં વધુ 1પ અંક સુધી પહોંચી શકશે. જયારે લખનઉ સુપર જાયન્ટસ વધુમાં વધુ 16 અંક સુધી પહોંચી શકશે. કારણ કે તેના ત્રણ મેચ બાકી છે અને ત્રણેયમાં જીત મળે તો 16 અંક થાય. તેનો નેટ રન રેટ માઇનસમાં ચાલી રહ્યો છે. આથી તેની રાહ કઠિન છે.

સીએસકે, સનરાઇઝર્સ, રાજસ્થાન અને કેકેઆર ટીમ સત્તાવાર રીતે પ્લેઓફની બહાર થઇ ચૂકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક