• ગુરુવાર, 19 જૂન, 2025

પ્લેઓફના માટે આજે મુંબઇ-દિલ્હી વચ્ચે ડૂ ઓર ડાઇ મેચ તમામની નજર ટેસ્ટમાં સંન્યાસ લેનાર રોહિત શર્મા પર રહેશે

મુંબઇ તા.20: પ્લેઓફમાં હવે માત્ર એક સ્થાન ઉપલબ્ધ છે અને આ માટે બુધવારે અહીંના વાનખેડે સ્ટેડિયમ પર મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ડૂ ઓર ડાઇ મુકાબલો રમાશે. આ નિર્ણાયક મેચમાં જીત પ્રાપ્ત કરનાર ટીમ પ્લેઓફમાં લગભગ નિશ્ચિત બની જશે. મુંબઇ ઇન્ડિયન્સના 12 મેચમાં 14 અને દિલ્હી કેપિટલ્સના 12 મેચમાં 13 અંક છે. આ મેચના વિજયથી મુંબઇ 16 અંક પર પહોંચી જશે. આ પછી દિલ્હી વધુમાં વધુ 1પ અંક સુધી પહોંચી શકે છે. આ માટે તેણે પોતાનો આખરી મેચ જીતવો પડે. જો કે આથી કોઇ ફરક પડશે નહીં. આથી દિલ્હી કેપિટલ્સે મુંબઈ સામે મરણિયો જંગ ખેલવો પડશે. જો તેની હાર થશે તો પ્લેઓફ રેસ ખતમ થશે. બન્ને ટીમને તેમનો આખરી લીગ મેચ પંજાબ કિંગ્સ સામે રમવાનો છે. જે પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે.

બન્ને ટીમની શરૂઆત વિરોધાભાસી રહી છે. મુંબઇ ટીમ ખરાબ શરૂઆત પછી જોરદાર વાપસી કરી ચૂકી છે. બીજી તરફ દિલ્હી ટીમની શરૂઆત શાનદાર રહી હતી. બાદમાં તે ઉપરાઉપરી નજીકના મેચ હારી પોઇન્ટ ટેબલ પર પાંચમા નંબર પર ખસી ગઇ છે. દિલ્હી સામે મુંબઇ ટીમનું પલડું ભારે લાગી રહ્યંy છે. તેનું વર્તમાન ફોર્મ અને બેટિંગમાં ઉંડાઇ તેના પક્ષમાં છે. જો તેને જીત મળશે તો પ્લેઓફ માટે બૂક થઇ જશે, પણ હારની સ્થિતિમાં 24 મેના દિલ્હી-પંજાબના મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે.

આ મેચમાં તમામની નજર રોહિત શર્મા પર રહેશે. કારણ કે તેણે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસની ઘોષણા કરી છે. આ પછીથી તેનો આ પહેલો મેચ હશે. આ અનુભવી બેટધર પોતાની ટીમને જીત અપાવવા તમામ તાકાત લગાડી દેશે. મુંબઇ માટે સૂર્યકુમાર અને બુમરાહનો રોલ પણ મહત્વનો બની રહેશે. આ બન્ને મેચ વિજેતા ખેલાડી છે અને દિલ્હીની બોલિંગ-બેટિંગ પર ભારે પડી શકે છે.

દિલ્હીને પાછલા મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરૂધ્ધ 10 રને કારમી હાર મળી હતી. તેના બોલરો 200 રનના વિજય લક્ષ્યનો બચાવ તો કરી શકયા ન હતા, પણ એક પણ વિકેટ લીધી ન હતી. મિચેલ સ્ટાર્કની ગેરહાજરીમાં દિલ્હીની બોલિંગ નબળી પડી છે. કુલદીપ યાદવ કોશિશ કરે છે, પણ કપ્તાન અક્ષર પટેલનો બોલિંગ મોરચે સાથ મળી રહ્યો નથી. કેએલ રાહુલે પાછલા મેચમાં અણનમ સદી કરી હતી. તે ફરી મોટી ઇનિંગ રમવા માંગશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક