લંડન તા.8: નવા કપ્તાન શુભમન ગિલની આગેવાનીમાં અને હેડ કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પહોંચી ચૂકી છે. બન્ને ટીમ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ 20 જૂનથી થવાનો છે. જેની તૈયારીના ભાગરૂપે ટીમ ઇન્ડિયાએ આજથી નેટ પ્રેકટીસ શરૂ કરી દીધી છે. લોર્ડસના ઇન્ડોર પ્રેકટીસ સેન્ટરમાં ભારતીય ખેલાડીઓએ ભરપૂર બોલિંગ, ફિલ્ડીંગ અને બેટિંગ પ્રેકટીસ કરીને પરસેવો પાડયો હતો. આ દરમિયાન બેટિંગ કોચ સિંતાશુ કોટકે વારંવાર હેડ કોચ ગૌતમ ગંભીર સાથે ચર્ચા કરી હતી. આ પછી આ બન્નેએ યુવા ખેલાડીઓને બેટિંગની કેટલીક ટિપ્સ આપી હતી અને જણાવ્યું કે હતું કે ડયૂક રેડ બોલનો કઇ ટેકનીકથી સામનો કરવો.
ભારતીય
ખેલાડીઓને નેટ પ્રેકટીસનો વીડિયો બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર શેર કર્યોં છે. ભારતીય
ટીમમાં સામેલ કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શાર્દુલ ઠાકુર, ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી,
અભિમન્યૂ ઇશ્વરન હાલ ઇન્ડિયા એ ટીમ તરફથી ઈંગ્લેન્ડ લાયન્સ વિરૂધ્ધ ચાર દિવસીય મેચ
રમવામાં વ્યસ્ત છે.
ટીમ
ઇન્ડિયા સામે 2007 પછી ઇંગ્લેન્ડની ધરતી પર પહેલી ટેસ્ટ શ્રેણી જીતવાનો પડકાર છે.