• ગુરુવાર, 19 જૂન, 2025

ટીમ ઈન્ડિયાની ચિંતા વધી ઉપકપ્તાન ઋષભ પંતને ઇજા

લીડસ, તા.9: ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 20 જૂનથી શરૂ થઇ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી અગાઉ ટીમ ઇન્ડિયાની ચિંતા વધી છે. ટીમનો ઉપકપ્તાન અને વિકેટકીપર-બેટર ઋષભ પંત પ્રેકટીસ દરમિયાન ઇજાનો ભોગ બન્યો છે. લંડનથી 1પ-16 કિલોમીટર દૂર બેકેનહેમ નામના એક નાના શહેરમાં ટીમ ઇન્ડિયાનો 10 દિવસીય કન્ડીશનીંગ કેમ્પ શરૂ થયો છે. ઇન્ડિયા એ ટીમ તરફથી રમી રહેલા અને ટેસ્ટ ટીમમાં સામેલ ખેલાડીઓ આ કેમ્પમાં મંગળવારથી જોડાશે.

ગઇકાલે પ્રેકટીસ સેશન દરમિયાન ઋષભ પંત નેટમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે હાથમાં ઇજા થઇ હતી. આથી દર્દ સાથે પંતે નેટ છોડવી પડી હતી. મેડિકલ ટીમે તેને સારવાર આપી હતી. પંતની ઇજા કેટલી ગંભીર છે તે વિશે હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ અનુસાર ઇજા પહેલા નેટમાં પંત સારી રીતે બેટિંગ કરી રહ્યો ન હતો અને 2-3 વખત આઉટ થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક