• ગુરુવાર, 19 જૂન, 2025

શૂટઆઉટમાં સ્પેનને 5-3થી હાર આપી નેશન્સ કપ લીગમાં પોર્ટૂગલ ચેમ્પિયન

રોનાલ્ડોએ 61મી મિનિટે ગોલ કર્યો : ફાઇનલમાં નિર્ધારિત સમયમાં બન્ને ટીમ 2-2ની બરાબરી પર રહી

મ્યૂનિચ, તા.9: નેશન્સ કપ લીગના દિલધડક ફાઇનલ મુકાબલામાં પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેન વિરુદ્ધ પોર્ટૂગલનો પ-3 ગોલથી યાદગાર વિજય થયો હતો. નિર્ધારિત સમયમાં બન્ને ટીમ 2-2 ગોલની બરાબરી પર રહી હતી. ખાસ વાત એ રહી હતી કે કપ્તાન રોનાલ્ડોની ટીમે 1 ગોલ પાછળ રહ્યા બાદ જબરદસ્ત વાપસી કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો. બાદમાં મેચ એકસ્ટ્રા ટાઇમમાં પહોંચ્યો. જ્યાં બન્ને ટીમ ગોલ કરી શકી ન હતી.

આથી પેનલ્ટી શૂટઆઉટનો સાહરો લેવામાં આવ્યો હતો. જેમાં શરૂઆતના ત્રણ ગોલ સુધી બન્ને ટીમ બરાબરી પર હતી. આ તકે પોર્ટૂગલના ગોલકીપર ડિએગો કોસ્ટાએ ચોથી પેનલ્ટી આબાદ બચાવી લીધી હતી. આ પછી રૂબેન નેવેસએ પાંચમી પેનલ્ટીમાં ગોલ કરીને પોર્ટૂગલની પ-3થી ઐતિહાસિક જીત નિશ્ચિત કરી હતી. પોર્ટૂગલની જીત બાદ રોનાલ્ડો તેના આંસુ ખાળી શક્યો ન હતો અને મેદાન પર જ રડી પડયો હતો.

મેચની 61મી મિનિટે રોનાલ્ડોએ ગોલ કર્યો હતો.  કેરિયરનો 138મો ગોલ કરીને તેણે પોર્ટૂગલની બરાબરી પર લાવી દીધું હતું. સ્પેન તરફથી 21મી મિનિટે માર્ટિન જેમિમેંડીએ અને 4પમી મિનિટે માઇકલ ઓયારજાબલે ગોલ કર્યાં હતા. જયારે પોર્ટૂગલ તરફથી પહેલો ગોલ 26મી મિનિટે નૂનો મેડિંસે ગોલ કર્યો હતો. આ 22 વર્ષીય ખેલાડી પ્લેયર ઓફ ધ ફાઇનલ જાહેર થયો હતો.

ફ્રાંસ ત્રીજા સ્થાને

આ પહેલા કપ્તાન એમ્બાપેના શાનદાર દેખાવથી હોમ ટીમ જર્મનીને 2-0 ગોલથી હાર આપી ફ્રાંસ ત્રીજા સ્થાને રહ્યંy હતું. એમ્બાપેએ કેરિયરનો પ0મો ઇન્ટરનેશનલ ગોલ કર્યોં હતો અને બીજા ગોલમાં સહાયકની ભૂમિકામાં રહ્યો હતો. મેચની 84મી મિનિટે ફ્રાંસ તરફથી બીજો ગોલ માઇકલ ઓલિસે કર્યોં હતો.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક