• ગુરુવાર, 19 જૂન, 2025

સુદર્શન અને અર્શદીપના ટેસ્ટ પદાર્પણ લગભગ નિશ્ચિત

અભ્યાસ સત્ર દરમિયાન કોચ ગંભીર અને મોર્કલની બન્ને પર નજર

લીડસ, તા.9: યુવા ભારતીય ટીમના પડકારરૂપ ઇંગ્લેન્ડ પ્રવાસનો પ્રારંભ થઇ ચૂક્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ ટીમ ઇન્ડિયા શુભમન ગિલની આગેવાનીમાં ઇંગ્લેન્ડ પહોંચી ચૂકી છે. બન્ને ટીમ વચ્ચેની પાંચ ટેસ્ટની શ્રેણીનો પહેલો મેચ 20મીથી લીડસમાં શરૂ થશે. ભારતીય ટીમે 2007 પછીથી ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી નથી. 2011માં 0-4થી, 2014માં 1-3થી અને 2018માં 1-4થી હારનો સામનો કરવો પડયો હતો જ્યારે 2021-22ની શ્રેણી 2-2થી ડ્રો રહી હતી. હવે ભારતીય યુવા ટીમ સામે ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજયનો કઠિન પડકાર છે.

શુભમન ગિલની કપ્તાની અને કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયાએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. કેંટ કાઉન્ટિ ગ્રાઉન્ડ પર ભારતીય ટીમનું પહેલું સત્તાવાર અભ્યાસ સત્ર યોજાયું હતું. જેમાં ખેલાડીઓએ ત્રણ કલાક સઘન અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન કોચ ગંભીરે નેટની પાછળ ઉભા રહીને સાઇ સુદર્શન અને ઋષભ પંતની બેટિંગ પર વોચ રાખી હતી. સુદર્શનનું ડેબ્યૂ નિશ્ચિત માનવામાં આવે છે. એ પહેલા કોચ ગંભીરે કેટલીક ટિપ્સ આપી હતી. આ ઉપરાંત અર્શદીપની બોલિંગ વખતે ગંભીર અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ સતત ધ્યાન આપી રહ્યા હતા. આથી એવું માનવામાં આવી રહ્યંy છે કે પંજાબનો આ યુવા બોલર પર ટેસ્ટ ડેબ્યૂ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક